તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વાવાઝોડની આગાહી વચ્ચે શહેરના તાપમાનમાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે તાપમાન વધીને 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું
  • ભાવનગરમાં બપોરે તાપમાન ઘટીને 36.9 ડિગ્રી થઇ ગયું, 26 કિલોમીટરની ઝડપે શહેરમાં પવન ફૂંકાયો

ભાવનગર શહેરમાં વાવાઝોડા પૂર્વે ફૂંકાતા હોય તેવા ભેજવાળા પવનને લીધે શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાન ઘટીને 36.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે સતત ફૂંકાતા રહેતા ભેવયુક્ત પવનને લીધે એક જ દિવસમાં 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 36.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ઼ હતુ તે આજે 1.6 ડિગ્રી વધીને 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 51 ટકા હતુ તે આજે નજીવું ઘટીને 46 ટકા થઇ ગયું હતુ જ્યારે પવનની ઝડપ ગઇ કાલે 34 કિલોમીટર હતી તે આજે ઘટીને 26 કિલોમીટર થઇ ગઇ છે. આમ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં સતત ભેજવાળો પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...