આજે વિશ્વ વસતિ દિવસ:છેલ્લાં 50 વર્ષમાં શહેરની વસતિ સવા ત્રણ ગણી વધી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત શહેરથી ભાવનગર શહેરનો વસતિ વૃદ્ધિ દર સવા ત્રણ ગણો ઓછો
  • રાજ્યના સૌથી મોટા પાંચ મહાનગરોમાં ભાવનગરનો વસતિવૃદ્ધિ દર સૌથી ઓછો 1.72 ટકા, સુરતનો સૌથી વધુ 3.93 ટકા

વિશ્વભરમાં ભારત માનવ વસતિની દ્રષ્ટીએ બીજા નંબરે આવે છે વિશ્વમાં માનવ અધિકારો, ગરીબી, કુટુમ્બનિયોજન, માતૃ સ્વાસ્થ અને સ્ત્રી-પુરુષ સમાનતા વિગેરે બાબતો પરત્વે જાગૃતી લાવવા યુનાટેઈડ નેશન્સ દ્વારા ગ્લોબલ લેવલે”વિશ્વ વસ્તી દિનની ઉજવણી છેલ્લા 33 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષનો મુદ્દો (થીમ) “ઈતિહાસ અને મહત્વ” છે. ભાવનગરની વસતીની વાત કરીએ તો 1970માં વસતી 2,21,853 હતી જ 50 વર્ષ પછી 2022માં 7,23,845 થઈ. એટલે કે 50 વર્ષમાં ભાવનગરની વસતિ સવા ત્રણ ગણી વધી ગઇ છે.

ભાવનગરમાં જન્મદર,મૃત્યુ દર અને સ્થળાંતર પર આધારિત મનુષ્યનો વૃદ્ધિદર દર 1.72 છે ગુજરાતમા સૌથી વધારે વૃદ્ધિદર સુરતનો 3.93 છે જયારે અમદાવાદનો દર 2.99 છે. વસતિની દ્રષ્ટીએ ભાવનગર ગજરાતમા પાંચમા ક્રમે ક્રમે આવે છે. સુરતનો વસતિ વુદ્ધિદર જો આ જ રીતે વધતો રહેશે તો આવતા વર્ષોમાં સુરતની વસતિ અમદાવાદ કરતા વધી જાય તો નવાઈ નહી.પોતાના એક સંશોધનમાં પ્રો.ડો.બી.આર.પંડિતે જણાવ્યું છે કે વિશ્વભરમા છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હતી. કોરોનાને લીધે મરણ મોટા પ્રમાણમાં થયા અને પ્રજા અનેક સામાજીક સમયસ્યાની ભોગ બની હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી આ વર્ષની ઉજવણીમાં મુખ્ય હેતુ માનવ વસતીને આ થયેલા નુકશાન પ્રત્યે સજાગ કરવાનો છે.

યુનાઇટેડ નેશનના સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસનાના મત મુજબ “કાયમી વિકાસ એજન્ડા 2030” એ સ્વસ્થ પૃથ્વી ગ્રહ પર સારા ભવિષ્ય માટેની બ્લ્યુ પ્રિન્ટ છે. આ એજન્ડા 2030 સમાજની વસતી વૃધ્ધિ વૃદ્ધત્વ, સ્થળાંતર અને શહેરીકરણ જેવા મુદ્દાઓની સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.

ભાવનગરની છેલ્લા 50 વર્ષની વસતિ
વર્ષવસતિ
19702,21,853
19914,08,557
20005,09,350
20227,23,845
20257,66,887
20308,54,848
20359,51,302

કોરોનાની અસર પણ જોવા મળી
લોકડાઉનની સમાજ પર પડેલી અસર જોઈ તો સમાજની મોટા ભાગની વસતી એ નોકરી, રોજગારી-ધંધા ગુમાવ્યા છે પણ સૌથી વધુ પ્રત્યક્ષ અસર સ્ત્રી વર્ગ પર પડી છે. કુટુંબમાં રહેતી સ્ત્રીઓ અનિચ્છનીય ગર્ભધારણ વધી ગયાને ભ્રુણ હત્યા પણ વધી ગઈ. કારણ લોકડાઉનમાં દુકાનો બંધ રહેતા ગર્ભ નિરોધક સાધનોની અછત સર્જાઈ ગઈ. કોરોના સિવાયની મોટા ભાગની આરોગ્ય સેવાઓ પણ અપ્રાપ્ય બની ગઈ. એક અંદાજ મુજબ વિશ્વ કક્ષાએ 5-7 કરોડ મહિલાઓએ ગર્ભ નિરોધક ન મળતા અનિચ્છનીય ગર્ભધારણ કર્યુ જેમાથી મોટા ભાગની મહિલાઓએ તેમાંથી મુક્તિ મેળવવા ભ્રુણ હત્યાનો સહારો લીધો.> ડો.બી.આર. પંડિત, નિવૃત્ત પ્રોફેસર, ભાવનગર. યુનિ.

5 વધુ વસતિવાળા શહેરો અને તેનો વૃદ્ધિદર
શહેરવસતિવૃદ્ધિદર%
અમદાવાદ84502282.39 %
સુરત77842763.93 %
વડોદરા22771532.00 %
રાજકોટ19886072.85 %
ભાવનગર7238451.72 %
(*સોર્સ: વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ)
અન્ય સમાચારો પણ છે...