તાપમાન:શહેરમાં આવતી કાલથી બપોરે ગરમીનું પ્રમાણ પુન: વધશે, રાત્રે ઉષ્ણતામાનનો પારો વધીને 27 ડિગ્રી થયો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી દરિયાઇ ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. જોકે, વિક એન્ડમાં શહેરમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. જો કે ધગધગતી ગરમી મેના ત્રીજા સપ્તાહમાં પડશે. શહેરમાં આજે મહત્તમ તાપમાન ઘટીને 37.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા કાળઝાળ ગરમીમાંથી નગરજનોને રાહત મળી હતી. હવે આગામી સોમવારથી ભાવનગર શહેરમાં ગરમીનો પારો પુન: વધીને 41 ડિગ્રી કે તેનાથી પણ પાર કરી જાય તેવી શક્યતા છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા દરિયાઈ પવનો ફૂંકાઇ રહ્યા છે.

હવે પવનની પેટર્ન બદલાશે અને ઉત્તર તરફતી આવતા ગરમ અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થશે એટલે ગરમીનું પ્રમાણ વધશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી હતુ તે આજે 0.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 37.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આજે હવામાં ભેજનું પ્રમાણ વધીને 44 ટકા નોંધાયું હતુ જે ગઇ કાલે 39 ટકા હતુ.

જ્યારે ગઇ કાલે પવનની ઝડપ 22 કિલોમીટર હતી તે આજે ઘટીને 18 કિલોમીટર થઇ ગઇ હતી. સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા થઇ ગયું હતુ. જે સાંજે ઘટીને 44 ટકા નોંધાયું હતુ. જો કે શહેરમાં રાત્રિના ઉષ્ણતામાનમાં વધારો થયો છે. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 1.4 ડિગ્રી વધીને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...