કાર્યક્રમ:શહેરમાં આજે વૃક્ષારોપણ અને પૂજન કરાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ સંરક્ષણ દ્વારા આવતીકાલ તા.30ને રવિવારના સવારે 10 થી 11 કલાક દરમ્યાન પ્રકૃતિ વંદન કાર્યક્રમ સમગ્ર દેશની સાથે ભાવનગર મહાનગર ખાતે પણ યોજવામાં આવેલ છે. ભાવનગર મહાનગર ખાતે જુદા જુદા ત્રણ સ્થાનોએ ભરતનગર પ્રાથમિક શાળા, શાળા ન.76, સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ, રક્ષેશ્વર મંદિર પાસે, સિંગલીયા ખાતે,શિવકુંજ આશ્રમ, અધેવાડા ખાતે અને વાઇસ ચાન્સેલર બંગલો, ડેરી રોડ, યુનિવર્સીટી બહાર જોગર્સ પાર્ક પાસે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...