વાતાવરણ:શહેરમાં આ સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ ઉષ્ણતામાન 16 ડિગ્રી નોંધાયુ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ સાંજે 42 ટકા નોંધાયુ
  • ભાવનગરમાં​​​​​​​ 12 કિલોમીટરની ઝડપે ટાઢાબોળ પવન ફૂંકાતા રાત્રે ઉષ્ણતામાનમાં એક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો

ભાવનગર શહેરમાં પુન: ઠંડા પવન ફુંકાવાનો આરંભ થતા શહેરમાં મોડી રાત અને વહેલી સવારે ઠંડીની તીવ્રતા વધી હતી અને આ સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 16 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. બુધવારે મોડી રાત અને આજે ગુરૂવારે ઉત્તર-પૂર્વથી ઉત્તરના પવનો શરૂ થતા ભાવનગરના લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. પવનની ઝડપ વધીને 12 કિલોમીટર નોંધાઇ હતી. ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવને લીધે મહત્તમ તાપમાન ગઇ કાલે 30.7 ડિગ્રી હતુ તે આજે ઘટીને 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે ઘટીને 16 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ આજે સવારે 64 ટકા અને સાંજે 42 ટકા નોંધાયું હતુ. તો પવનની ઝડપ ગઇ કાલે 10 કિલોમીટર હતી તે આજે વધીને 12 કિલોમીટર નોંધાઇ હતી. આગામી પાંચ દિવસમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્રણ દિવસો દરમિયાન ભાવનગર શહેરમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઠંડા પવનોથી મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

ગત વર્ષની તુલનામાં ઠંડીની તીવ્રતામાં વધારો
ભાવનગર શહેરમાં ગત વર્ષે 23 નવેમ્બરે લઘુત્તમ ઉષ્ણતામાન 23 ડિગ્રી હતુ જે આ વર્ષે 23 નવેમ્બરે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતું જ્યારે ગત વર્ષે 24 નવેમ્બરે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતું જે આ વર્ષે ઘટીને 16 િડગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું છે. અને હજી આગામી દિવસોમાં ભાવનગર શહેરમાં ઠંડીની તીવ્રતા વધવાની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...