કરાનો વરસાદ થતા લોકો બહાર દોડી આવ્યા:શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે કરા વરસ્યા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે ગાઢ ધુમ્મસે લોકોને અચંબિત કર્યા બાદ
  • વર્ષો બાદ ભાવનગરમાં કરાનો વરસાદ થતા લોકો બહાર દોડી આવ્યા

ભાવનગર શહેરમાં આજે દિવસભર માવઠામાં શાંતિ રહ્યા બાદ રાત્રિના 11-30 કલાક બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે શહેરના મુખ્ય વિસ્તારોમાં કરા પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચંડ વીજ કડાકાથી સુતેલા લોકો ભર ઉંઘમાંથી જાગી ગયા હતા.

ભાવનગર શહેરમાં આજે સાંજ સુધી વાતાવરણ સારૂ રહ્યું હતા મોડી રાત્રે 11.30 કલાક બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 12 વાગ્યા અઆસપાસ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફુંકાયો હતો. સાથે કરા પણ પડ્યા હતા. જેથી લોકો અચંબીત થયા હતા. ભાવનગર શહેરમાં હજી માવઠાનસી આગાહી કરવામાં આવી છે.

અને 18 માર્ચ, 19મી અને 21મીએ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગરમાં શુક્રવારે મધ્ય રાત્રિએ તોફાની પવન સાથે કરા વરસતા સવારે ગાઢ ધુમ્મસના અચંબા બાદ રાત્રે કરા વરસાદથી નગરજનો ઉનાળામાં અચંબિત થઇ ગયા હતા.વર્ષો બાદ ભાવનગરમાં કરાનો વરસાદ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને હાથમાં બરફ લઈને તેનો આનંદ માણતા હતા.

અન્ય સમાચારો પણ છે...