તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછતના એંધાણ:આ વર્ષે શહેરમાં વરસાદમાં 20.5 ઇંચની જબ્બર ઘટ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં છેલ્લાં 1 માસમાં માત્ર સવા ઇંચ વરસાદ વરસ્યો
  • મઘામાં મેઘાની મહેર વરસે તે આશા નિષ્ફળ
  • ગત વર્ષે 26 ઓગસ્ટે 807 મી.મી. વરસાદ થયેલો તે આ વર્ષે માત્ર 293 મી.મી. જ થયો

ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ નબળું રહ્યુ઼ છે. ભાવનગર શહેરમાં ગત વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં કુલ વરસાદ 807 મી.મી. વરસી ગયેલો તે આ વર્ષે માત્ર 293 મી.મી. થયો છે એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં વરસાદમાં 514 મી.મી.(2005 ઇંચ)નો જબ્બર ઘટાડો થયો છે.

હવે શ્રાવણ માસનો મધ્ય ભાગ પણ વિત્યો છે ત્યારે શહેરમાં વરસાદની આગાહી છતાં વરસાદ વરસતો નથી. આ વર્ષે આરંભે અેકંદરે સંતોષકારક વરસાદ બાદ અષાઢ અને આ શ્રાવણ માસમાં મેઘરાજાએ રિસામણા લીધા હોય તેમ વરસાદ ગાયબ થઇ ગયો છે.

આ વર્ષે ભાવનગર શહેરમાં આજ સુધીમાં વરસાદની વાર્ષિક એવરેજ 720 મી.મી.ની તુલનામાં માત્ર 293 મી.મી. જ વરસાદ વરસ્યો છે. જે માંડ 41 ટકા થાય છે. હવે ચોમાસામાં અડધો પણ ઓછો શ્રાવણ અને ભાદરવો બાકી છે આસોમાં આશા ન રાખી શકાય ત્યારે ભાવનગર શહેરમાં આ વર્ષે વરસાદની ખાધ રહી જશે તેમ કહી શકાય. આમ આ વર્ષે અષાઢ અને શ્રાવણમાં મેઘરાજાની મહેર ન વરસતા ભાવનગર શહેરમાં વરસાદમાં જબ્બર ખાધ રહી ગઈ છે.

છેલ્લા 7 વર્ષમાં 26 ઓગસ્ટ સુધીમાં વરસાદ
વર્ષવરસાદ
2021293 મી.મી. વરસાદ
2020807 મી.મી. વરસાદ
2019801 મી.મી. વરસાદ
2018463 મી.મી. વરસાદ
2017385 મી.મી. વરસાદ
2016432 મી.મી. વરસાદ
2015535 મી.મી. વરસાદ

ટકાવારીની દ્રષ્ટિએ 71 ટકાની ઘટ
ભાવનગર શહેરમાં ગત વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં 807 મી.મી. વરસાદ વરસી ગયો હતો તે આ વર્ષે માત્ર 293 મી.મી. થયો છે. જે ગત વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં 114 ટકા થઇ ગયેલો તે આ વર્ષે માત્ર 41 ટકા થયો હોય ગત વર્ષેની તુલનામાં વરસાદમાં 71 ટકાની આસમાની ઘટ રહી ગઇ છે.

અષાઢ અને શ્રાવણમાં વરસાદના રિસામણા
આજથી એક માસ પૂર્વે ભાવનગર શહેરમાં સિઝનમાં કુલ વરસાદ 262 મી.મી. હતો તે એક માસ બાદ 31 મી.મી. એટલે કે સવા ઇંચ વધીને 292 મી.મી. થયો છે. અષાઢ અને બાદમાં શ્રાવણ માસમાં પણ વરસાદે રિસામણા લેતા આ સ્થિતિ સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...