તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE:શહેરમાં ધોરણ-1માં પ્રવેશ માટે 3693 અરજી મળી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 443 અરજી મંજૂર કરવામાં આવી
  • શિક્ષણ વિભાગ દ્વારા પાંચેક દિવસ સુધી હજુ RTE અંતર્ગત અરજીની ચકાસણી કરવાનો સમય વધારાયો

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં નબળા અને તક વંચિત જૂથના બાળકો માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિનામૂલ્યે ભણતરની સુવિધા મળે છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં આ વર્ષે કુલ 3693 અરજી મળી છે. આ વર્ષે પણ ઓનલાઇન અરજી કરવાની હતી અને હવે તેની મુદત વિત્યા બાદ આ અરજીઓની ચકાસણી કાર્ય શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયું છે.જે મુજબ 443 અરજી મંજૂર કરવામાં આવી છે હજી અન્ય અરજીઓની ચકાસણીમાં પાંચ દિવસ વીતી જશે તેમ જાણવા મળ્યું છે.

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ભાવનગર શહેરમાં આ વર્ષે નબળા અને તક વંચિત જૂથના બાળકોના વાલીઓએ ઓનલાઇન અરજીમાં કુલ 3693 અરજી કરી છે. જોકે આ અરજીઓ પૈકી 165 અરજી તો પહેલેથી જ રદ કરવામાં આવી છે. જ્યારે હવે 3693 પૈકી 3050 અરજીની ચકાસણી બાકી છે અને 443 અરજી મંજૂર થઈ ગઈ છે તો 35 અરજી અયોગ્ય લાયકાત કે અન્ય ક્ષતિ હોવાને લીધે નામંજૂર કરવામાં આવી છે.

દરમિયાનમાં એજ્યુકેશન અંતર્ગત આ અરજીઓ ચકાસવાનો સમય પણ વધારીને તારીખ 13 જુલાઈ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રવેશના મેરીટ મુજબ એડમિશન આપવાનો આરંભ કરવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાનગી શાળાઓમાં પ્રાથમિક કક્ષાએ ઓનલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું હોય ટુ એજ્યુકેશન અંતર્ગત જે બાળકોને પ્રવેશ મળશે તેઓને આરંભનું શિક્ષણ તો ગુમાવવું જ પડશે.

અન્ય સમાચારો પણ છે...