મેઘમહેર યથાવત:ભાવનગર શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધીમીધારે અડધો ઈંચ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • 24 કલાક દરમિયાન 5 તાલુકામાં વરસાદ વરસ્યો

ભાવનગર શહેરમાં બપોરે એકાએક જોરદાર વરસાદી ઝાપટું વર્ષર્યું હતું, એકાદ કલાકમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા.

શહેર અને જિલ્લામાં વિસ્તારોમાં વરસાદ
ભાવનગરમાં બપોરે બાદ વરસાદી ઝાપટું વર્ષ્યું હતું, શહેરના જુદા જુદા વિસ્તારમાં સુભાષનગર, કાળાનાળા, રૂપમચોક, માધવદર્શન, પરિમલ ચોક સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ બપોરે બાદ દસ્તક દીધી હતી, આમ, ભાવનગર શહેરમાં એકાદ કલાકમાં આશરે અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો, આજે બપોરે બાદ એકાએક વરસાદી માહોલ થતા શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આજે ભાવનગર સહિત રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, ગુજરાત રાજ્યમાં હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે વરસાદ જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, પોરબંદર અને ભરૂચ સહિત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં 5 તાલુકાઓમાં વરસાદ
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકાઓમાં મેઘ મહેર થવા પામી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 5 તાલુકા સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારે 5 તાલુકાઓ કોરા ધાકોડ હતા, જ્યારે આજે સવારની વાત કરીએ તો 5 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યા સુધીમાં ઘોઘા -11 મિમી, ભાવનગર -8 મિમી, મહુવા -4 મિમી, વલ્લભીપુર- 2 મિમી, સિહોર - 1મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉમરાળા, ગારીયાધાર, પાલીતાણા, જેસર તથા તળાજા સહિતના 5 તાલુકા કોરો ધાક રહ્યા હતા.

જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને રેડ એલર્ટ પર
આ આગાહીને અનુલક્ષીને ભાવનગર જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને રેડ એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પ્રકારના જરૂરી પગલાં જેવાં કે જરૂરી ઓક્સિજન, દવાઓ અને ડિઝલનો જથ્થો પૂરતાં પ્રમાણમાં રાખવાં તંત્રવાહકોને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...