તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષી પ્રેમીઓમાં આનંદ:કલાનગરી તરીકે વિખ્યાત ભાવનગર શહેર હવે દુર્લભ પક્ષીઓનો ગઢ બન્યું

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં પક્ષીઓને સાનુકૂળ આબોહવા મળી રહેતા શહેરના મહેમાન બન્યા
  • અલભ્ય પક્ષી લેસર વ્હાઇટ-ફ્રન્ટેડ ગુઝ પ્રથમ વખત જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ

શિયાળા દરમિયાન વિવિધ યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવી પહોંચતા હોય છે પણ આવર્ષે અલભ્ય પ્રકારનું પક્ષી લેસર વ્હાઇટ-ફ્રન્ટેડ ગુઝ જેને ગુજરાતીમાં નાનો શ્વેત ભાલ ગાજહંસ ના નામેથી ઓળખાય છે.ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં જોવા મળ્યું છે. લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગુઝ નામક આ પક્ષીને આઇ.યુ.સી.એન. દ્વારા તેમને ભયજનક સ્થિતિમાં હોવાથી રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પક્ષીને ભાવનગરનાં શૈલ બાપા , અક્ષયભાઈ માથુર, મોહિત સરવૈયા, ડૉ. જીલન ભાઈ શાહ, નિકુંજભાઈ ગોહેલ અને દિનેશભાઈ ખેનિ દ્વારા આ પક્ષી જોવામાં આવ્યું હતું. બાદમાં અક્ષયભાઈ માથુર અને રાજેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને અરુણભાઈ પટેલની સહાયથી ભાવનગરના નવયુવા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કલ્પ બેલાણીએ તેને કેમેરામાં કેદ કાર્ય હતા.

અહીં આ પક્ષીઓને અનુકૂળ આબોહવા અને ખોરાક મળી રહેતા અહીં પક્ષી ઉતરી આવ્યું છે. લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગુઝ નામક આ પક્ષી 23 થી 28 ઇંચ લંબાઈ ધરાવે છે અને પાંખ પસારીને તેઓ 46 થી 53 ઇંચ લાંબા હોય છે. તેનું વજન 1.93–3.31 કિગ્રા હોય છે. તેમની પાસે ચળકદાર નારંગી પગ અને કથ્થાઈ રંગની (ઉપરથી) અને સફેદ રંગની (નીચેથી) પાંખો હોય છે તેઓ ગ્રેલાગ હંસ કરતા નાના હોય છે.

નર કદમાં લાક્ષણિક રીતે મોટો હોય છે, બંને જાતિના દેખાવમાં સમાન હોય છે, નર અને માદા બંનેમાં ગુલાબી રંગની ચાંચ અને નારંગી પગ હોય છે. 2015 નાં આંકડાઓ મુજબ અત્યારે સમગ્ર વિશ્વમાં ફક્ત 40 થી 50 જેટલા પક્ષીઓ જ બચ્યા છે. ભાવનગરમાં અલભ્ય પ્રકારનું પક્ષી લેસર વ્હાઇટ-ફ્રન્ટેડ ગુઝ પ્રથમ વખત જોવા મળતા પક્ષી પ્રેમીઓ માં આનંદ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...