વૃક્ષારોપણ:ભાવનગર શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસે 108 લીમડા અને તુલસીના છોડ રોપી ઉજવણી કરાઇ

ભાવનગરએક વર્ષ પહેલા
  • રૂવાપરી ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભાવનગર શહેરની લેપ્રેસી હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જોકે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો હળવા પડ્યા છે ત્યાં લેપ્રેસી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

108 તુલસીના છોડનું રોપણ કરવામાં આવ્યું

વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં જિલ્લા કક્ષાના પર્યાવરણ દિવસની ઉજવણી રૂવાપરી સ્થિત લેપ્રસી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. જેમાં ભાવનગરપાલિકા અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે તેની ઉજવણી કરી છે. જેમાં મહાનુભાવોના હસ્તે 108 લીમડાના વૃક્ષ અને 108 તુલસીના છોડ જેવી ઔષધીય વનસ્પતિઓનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર કિર્તિબાળા દાણીધરીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ઘામેલીયા, મનપા કમિશનર એમ.એ.ગાંધી, કલેકટર, ડીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રૂવાપરી ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. કોરોના કાળ અને વાવાઝોડા દરમિયાન ઓક્સિજનની તાતી જરૂરીયાત રહી હતી. જેમાં આ વખતે 5 જુન આપણા બધા માટે ચેતવણી રૂપ છે, એના માટે આપણે બધાએ મળીને વૃક્ષા રોપણ કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...