તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The City Of Bhavnagar Celebrated The Completion Of Seven Years Of Power At The Center Of Government By The BJP Through A Blood Donation Camp

સેવા દ્વારા ઉજવણી:ભાવનગર શહેર ભાજપ દ્વારા સરકારના કેન્દ્રમાં સત્તાના સાત વર્ષ પૂર્ણ થતા રક્તદાન કેમ્પ દ્વારા ઉજવણી કરાઈ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રક્તદાન કેમ્પમાં 300 થી વધારે બોટલ એકત્રિત કરાઈ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સાત વર્ષ પુરા કરતાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન મહામારીને પગલે રક્તદાન કેમ્પ જેવાં સોશિયલ કાર્યક્રમ થકી સત્તાના સાત વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

શહેરના અલગ અલગ ઝોનમાં રક્તદાન કેમ્પ યોજાયા

ગુજરાતમાં આર.એસ.એસના કાર્યકર તરીકે રાજકીય કારકિર્દીનો આરંભ કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન સમયે દેશની સત્તાનું સફળ સુકાન સંભાળનાર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તાના સાત વર્ષ પુરા કરતાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં પણ ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ રહી છે. ત્યારે તાજેતરમાં ભાવનગર શહેરના અલગ અલગ ઝોનમાં રક્તદાન કેમ્પોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. "કોરોના" મહામારી ચાલી રહી હોવાનાં કારણે ઉજવણીના રંગારંગ કાર્યક્રમોના બદલે સોશિયલ વર્ક દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

ચાર જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે, કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ભાવનગર શહેરમાં ત્રણ ઝોન તથા કિસાન મોરચા દ્વારા ચાર જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300 થી વધારે બોટલ એકત્રિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...