નાઈટ કફર્યૂના અમલીકરણમાં ઉડેલા ધજાગરા:શહેરમાં આખી રાત ધમધમતા રહે છે ખાણીપીણીના હાટડા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
1:05 AM @ વડવા - Divya Bhaskar
1:05 AM @ વડવા
  • વડવા, તળાજા જકાતનાકા તથા ખાંચા ગલીઓમાં રાતભર દુકાનો ધમધમે છે

શહેરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને આ સંક્રમણ વધે નહી તેની તકેદારીના ભાગરૂપે શહેરમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો હોવા છતાં વડવા વિસ્તામાં ગાંઠીયા, દાળપુરી તથા ચાની દુકાન આખી રાત ચાલે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં કોઈ પણ પ્રકારના કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યાં વિના જોવા મળી છે. શહેરના તળાજા જકાતનાકા, સંસ્કારમંડળ, વડવા, હેવમોર ચોકમાં રાત્રીના 10 વાગ્યા પછી પણ આછા પ્રકાશમાં નાસ્તાની લારીઓ અને દુકાનો ખુલી જોવા મ‌ળી છે એ સિવાય ખાંચા ગલીઓમાં મોડી રાત સુધી નાસ્તાનું વેચાણ થાય છે.

તંત્ર કે પોલીસના કોઈ પણ પ્રકારના ભય વિના લોકો અહીં મોડી રાત સુધી ચાની ચુસ્કીઓ મારત અને સિગરેટના કસ ખેંચી ગપ્પા મારતા જોવા મળે છે. સ્થાનિક પોલીસની રહેમ દ્રષ્ટિથી ચાલતી નાસ્તાની લારીઓ અને દુકાનોમાં ભેગા થતાં લોકોના ટોળા કોરોના સંક્રમણ ઝડપી થવાનું નિમિત્ત બની શકે છે. આ વિસ્તારના દ્રશ્યો જોતા એવું જણાય છે કે, ના તો અહીં બેસી ગપ્પા લડાવતા લોકોને કે ના તો દુકાનદારોને પોલીસ કે વહીવટી તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર છે.

નિયમભંગ કરનાર સામે કાર્યવાહી થશે
રાત્રી કરફ્યૂનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા આખી રાત સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રી દરમિયાન નાસ્તાના લારીઓ દુકાનો શરૂ રાખવા દેવામાં આવતી નથી છતાં જે કોઈ નિયમભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. > સફિન હસન, એએસપી-ભાવનગર

અન્ય સમાચારો પણ છે...