ઠંડીની તીવ્રતામાં વધારો:18 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતા શહેરમાં રાત્રે ઠંડી વધી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લઘુત્તમ ઉષ્ણતામાન 15.6 ડિગ્રીએ યથાવત
  • શહેરમાં​​​​​​​ બપોરે મહત્તમ તાપમાનમાં 3.9 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો

ભાવનગર શહેરમાં આજે ઉત્તરાયણ પૂર્વે ઠંડા પવનના સૂસવાટા શરૂ થતા બપોર અને રાત્રે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન એક દિવસમાં 3.9 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયું હતુ જ્યારે 18 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. ભાવનગર શહેરમાં રાત્રિના સમયે શીતલહેરનો પુન: અનુભવ થયો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે પવનના સૂસવાટાને લીધે એક જ દિવસમાં 3.9 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 24 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે પણ ગરમ કપડા પહેરવાની નોબત આવી હતી.

શહેરમાં સાંજથી પવન ફૂંકાતા મોડી રાત્રે શહેરમાં શીતલહેર પ્રસરી વળી હતી. શહેરમાં ગઇ કાલે લઘુત્તમ ઉષ્ણતામાન 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે પણ 15.6 ડિગ્રીએ યથાવત રહ્યું હતુ પણ પવનની ઝડપ વધીને 18 કિલોમીટર થઇ જતા ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. ગઇ કાલે શહેરમાં પવનની ઝડપ 6 કિલોમીટર હતી તેમાં આજે 12 કિલોમીટરનો વધારો થયો હતો. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 44 ટકા હતુ તે આજે વધીને 50 ટકા થઇ ગયું હતુ.

તાપમાનમાં સતત ઘટાડો

તારીખમહત્તમ તાપમાન
8 જાન્યુઆરી

24.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

7 જાન્યુઆરી

27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ

6 જાન્યુઆરી

26.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

5 જાન્યુઆરી

33.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...