બેવડી ઋતુ:શહેરમાં રાત્રે ઉષ્ણતામાન 2.3 ડિગ્રી ઘટતા ગુલાબી ઠંડીનો અનુભવ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
  • લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 21.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, બપોરે તાપમાન 35.5 ડિગ્રી

ભાવનગર શહેરમાં આસોના મધ્યે હવે નગરજનો બેવડી ઋતુનો અનુભવ શરૂ થઇ ગયો છે. છેલ્લાં 24 કલાકમાં ભાવનગર શહેરમાં રાત્રિનું ઉષ્ણતામાન 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 21.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા મોડી રાત્રે અને વહેલી સવારે નગરજનો ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે ઘટીને 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.જ્યારે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 23.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 21.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા મોડી રાત અને વહેલી સવારે નગરજનોને ગુલાબી ઠંડીનો અનુભવ શરૂ થઇ ગયો છે.

શહેરમાં ગઇ કાલે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી તે આજે વધીને 14 કિલોમીટર થઇ જતાં સાંજના સમયે થોડો ઠંડા પવન રહ્યો હતો. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 30 ટકા થઇ ગયું હતુ તે આજે 25 ટકા વધીને 55 ટકા થઇ ગયું હતુ. આમ, આસોના મધ્યે નગરજનોને બેવડી ઋતુનો અનુભવ થવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...