હવામાન:શહેરમાં તાપમાન 18 ડિગ્રી થતા રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 દિવસમાં રાત્રે ઉષ્ણતામાનમાં 6.8 ડિગ્રીનો ઘટાડો

છેલ્લા કેટલાક દિવસથી રાત્રે ઠંડી ગાયબ થઇ ગયેલી પણ હવે પુન: રાત્રે ગુલાબી ઠંડીના ચમકારાનો આરંભ થઇ ગયો છે. બુધવારે રાત્રિનો પારો 2.6 ડિગ્રી ગગડીને 18 ડિગ્રી થતાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. પવનની દિશા બદલાઈને ઉત્તરપૂર્વ થતાં રાત્રે ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાવાનો આરંભ થઇ ગયો છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં 6.8 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે લઘુત્તમ ઉષ્ણતામાન 24.8 ડિગ્રી હતુ તે આજે ઘટીને 18 ડિગ્રી થઇ ગયું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે રાત્રીનું લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું તે બુધવારની રાત્રે વધુ 2.6 ડિગ્રી ઘટીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા શહેરમાં લોકોએ રાત્રે શિયાળુ માહોલ અનુભવ્યો હતો. આવી જ રીતે બપોરે પણ મહત્તમ તાપમાન ગઇ કાલે 32.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું તે આજે ઘટીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આમ બપોર અને રાત્રે બન્ને સમયે તાપમાનનો પારો ઘટ્યો છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ જો કે વધ્યું છે. ગઇ કાલે ભેજનું પ્રમાણ ઘટીને 38 ટકા થઇ ગયેલું તે આજે વધીને 42 ટકા નોંધાયું હતુ.

તાપમાનમાં સતત ઘટાડો

તારીખમહત્તમલઘુત્તમ
25 નવેમ્બર31.418
24 નવેમ્બર32.620.6
23 નવેમ્બર33.123
22 નવેમ્બર33.324.8

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...