ભાવનગર શહેરમાં 2022ના વર્ષના અંતિમ તબક્કામાં ચીનથી પરત ભરેલા અને ભાવનગરમાં સુભાષનગરમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ જાહેર થતાં એક તબક્કે આરોગ્ય તંત્ર અને લોકોમાં ચિંતા પ્રસરી હતી પરંતુ આ કેસ માત્ર આ ત્રણ સભ્યો પૂરતા જ રહેતા અને અન્ય ક્યાંય કોરોના નો ફેલાવો ન થતા આરોગ્ય તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. દરમિયાનમાં આજે આ ત્રણે દર્દીઓ પણ રોગમુક્ત થઈ જતા અને ભાવનગર શહેરમાં એક પણ એક્ટિવ દર્દી ન રહેતા સમગ્ર શહેર કોરોના મુક્ત થઈ ગયું છે.
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ચીનથી પરત ફરેલા પિતા અને તેના બે વર્ષની પુત્રી તેમજ બાદમાં આ બે વર્ષે પુત્રીની માતાને પણ કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. જોકે ઘરે સારવાર બાદ આજે આ ત્રણેય દર્દીઓ રોગમુક્ત થઈ ગયા હતા. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના 21,887 કેસ નોંધાયા છે અને તે પૈકી 21689 દર્દીઓ કોરોના મુક્ત થઈ ગયા છે. આમ 2023ના નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ભાવનગર શહેર ફરી એક વાર કોરોના મુક્ત થઈ ગયું છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તાર અગાઉથી જ કોરોના મુક્ત છે આમ સમગ્ર શહેર અને જિલ્લો હાલ કોરોના મુક્ત વિસ્તાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.