કડકડતી ઠંડીનો આરંભ શરૂ:શહેરમાં ઠંડીના પારામાં 1.3 ડિગ્રીનો ઘટાડો થતા ટાઢ વધી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનની ઝડપ ઘટીને 8 કિલોમીટર નોંધાઇ
  • ભાવનગરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પુન: ઘટીને 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, બપોરે તાપમાન 24.9 ડિગ્રી

ભાવનગર શહેરમાં આ વર્ષે ડિસેમ્બરના મધ્યથી કડકડતી ઠંડીનો આરંભ શરૂ થઇ ગયો છે. જેમાં શનિવારે રાત્રે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પુન: 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે બપોરે તાપમાન 24.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જો કે ઉત્તર દિશામાંથી ફુંકાતા બર્ફિલો પવનની ઝડપ 4 કિલોમીટર ઘટીને 8 કિલોમીટર થઇ ગઇ હતી.

ભાવનગર શહેરમાં હજી આગામી બે દિવસ દરમ્યાન ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં 24 કલાક અગૌ લઘુત્તમ ઉષ્ણતામાન 16.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે ઘટીને 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે બપોર મહત્તમ ઉષ્ણતામાન ગઇ કાલે 24.4 ડિગ્રી હતુ તે આજે નજીવું વધીને 24.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 54 ટકા હતુ તે આજે ઘટીને 50 ટકા થઇ ગયું હતુ. રવિવારે શહેરમાં ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને લઇ વહેલી સવારે કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે. રાતે તો ઘરમાં પણ શહેરીજનોએ ઠંડીથી બચવા માટે ફરજિયાત ગરમ વસ્ત્રો પહેરવા પડે છે. ભાવનગર શહેરમાં ઠેરઠેર લોકો તાપણું કરતા પણ નજરે જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક કરવા માટે નીકળનારાઓની સંખ્યામાં વધનારો થયો છે અને સાથે વેજીટેબલ જ્યુસ, ખજૂરનું ગરમ દૂધ જેવા સ્વાસ્થ્યવર્ધક પીણાઓનું સેવન વધ્યું છે.આ ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનું જોર તબક્કાવાર વધશે.

હવામાન વિભાગ દ્વારા ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તા.21 ડિસેમ્બરને મંગળવાર સુધી કોલ્ડવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં ત્રણ દિવસથી શિતપ્રકોપ છવાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...