પુષ્પાંજલિ:મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરતાં મેયર કીર્તિબાળા દાણીધારિયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે ભાવનગરના 300માં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થવાં માટે એક દિવસીય ભાવનગરના પ્રવાસે આવી પહોંચતાં મેયર કીર્તિબાળા દાણીધારીયા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

ભાવનગર શહેરના 300માં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવનગર પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સાંજે જશોનાથ સર્કલ પાસે આવેલાં વાસણ ઘાટ ખાતે આવેલી મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે તેમની સાથે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો પણ જોડાયાં હતાં. મુખ્યમંત્રી સાથે આ ઉજવણીમાં સહભાગી થવા પધારેલા શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાનું પણ આ તકે સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...