તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ચેમ્બરે ભાવનગરના વિકાસને ગતિ મળે તે માટે દિલ્હીમાં કરી રજૂઆત

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર | સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નાં પ્રતિનિધિમંડળ દ્વારા ભાવનગરના વિકાસને વિશેષ ગતિ મળે તેવી બાબતોની ચર્ચા અને નિરાકરણ માટે દિલ્હી રૂબરૂ મુલાકાત અને ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રના પોર્ટ, શીપીંગ અને જળપરિવહન મંત્રાલયનાં મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા સાંસદ ભારતીબેન શિયાળને મળ્યા હતા. આ મિટિંગ માં મંત્રી તથા શીપીંગ વિભાગના સચિવ સંજીવ રંજન અને એડીશનલ સેક્રેટરી સંદીપ બંદોપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ચેમ્બર પ્રતિનિધિમંડળની આ મુલાકાતમાં પ્રમુખ કિરીટભાઈ સોની, ઉપ-પ્રમુખ તેજસભાઈ શેઠ, મંત્રી પ્રકાશભાઈ ગોરસીયા, પોર્ટ કમિટીના ચેરમેન જતીનભાઈ શાહ તથા નવઉદ્યોગસાહસિકો જોડાયા હતા. આ મીટીંગમાં ભાવનગરના વિકાસને વિશેષ ગતિ મળે તેવી બાબતો જેમકે દેવળા-ગુંદાળા બ્રીજ, ભાવનગર જીલ્લામાં કન્ટેનર મેન્યુફેક્ચરીંગ હબ તથા વ્હીકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના, ભાવનગર એરપોર્ટ ઓથોરીટીનાં કલર કોડ ઝોનિંગ મેપનો રી-સર્વે જેથી ભાવનગરનાં 90% એરિયામાં હાઈરાઈઝ બિલ્ડીંગનું નિર્માણ થાય, ભાવનગર-મુંબઈ ફ્લાઈટનાં સમયમા ફેરફાર કરવા બાબત, ભાવનગર-બોટાદ રેલ્વેલાઈનનું ઈલેક્ટ્રીફીકેશન ભાવનગરને વિશેષ કનેક્ટીવીટી વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો