તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિપબ્રેકરો લાલઘૂમ:કેન્દ્રનું પ્રોત્સાહન, રાજ્ય સરકારના દંડા શિપબ્રેકિંગ ગરીબની જોરૂ જેવું

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 3 વર્ષમાં ઉત્પાદન બમણું કરવાની વાતો વચ્ચે પ્લોટના ભાડા વધ્યા
 • નવા નિયમોમાં ભાડામાં ત્રણ ગણો વધારો

અલંગ શિપબ્રેકિંગ યાર્ડનું આધૂનિકીકરણ કરી અને તેની ક્ષમતા આગામી ત્રણ વર્ષમાં બમણી કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ ગરીબની જોરૂ સમાન શિપબ્રેકિંગ વ્યવસાયને કોઇને કોઇ તંત્ર, સરકાર કનડગત ઉભી કરે છે. રાજ્ય સરકારના મેરિટાઇમ બોર્ડ દ્વારા પ્લોટના ભાડા નવી માપણી પધ્ધતિ પ્રમાણે વસુલવાનું શરૂ કરતા શિપબ્રેકરો લાલઘૂમ બની ગયા છે.

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીએ અલંગના શિપબ્રેકિંગની ક્ષમતા બમણી કરવા માટેની યોજના રજૂ કરી હતી અને તેના અંતર્ગત તાજેતરમાં કેન્દ્રિય શિપિંગ મંત્રી માંડવીયાએ ઉદ્યોગ પાસેથી શિપબ્રેકિંગની ક્ષમતા બમણી કરવાના ઉપાયો માંગ્યા હતા. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા અલંગના પ્લોટનું ભાડું નવી માપણીની પધ્ધતિ પ્રમાણે વસુલવા માટેની શરૂઆત કરી છે, જેમાં હયાત ભાડાની સરખામણીએ બમણા-ત્રણ ગણા ભાડા ચુકવવાનો સમય શિપબ્રેકરોને આવે છે. નવા પરિપત્ર મુજબ પ્લોટના ભાડા પ્લોટની લંબાઇ મુજબ વસુલવાના રહે છે.

ગત વર્ષે કોરોનાને કારણે અલંગમાં આવતા જહાજોની સંખ્યામાં ઓટ આવી હતી. હજુ ચાલુ વર્ષે પણ આ પરિસ્થિતિ આગામી ત્રણ મહિના સુધી સુધરે તેવા અણસાર દેખાતા નથી.અલંગના પ્લોટમાં નવી માપણી મુજબના ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે અને આ ચાર્જ ત્રણ હપ્તામાં ચૂકવી આપવાનું ફરમાન કરવામાં આવ્યુ છે. જે તેમાં ચૂક થાય તો પેનલ્ટી અને વ્યાજનું પ્રાવધાન પણ રાખવામાં આવ્યુ છે.

આ અંગે વાતચીત કરતા શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ના જો.સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યુ હતુકે, પ્લોટ ભાડાની નવી પધ્ધતિને કારણે શિપબ્રેકિંગ વ્યવસાયની કમ્મર તૂટી જશે. હાઉસિંગ સેસ પણ કામચલાઉ ધોરણે મોકૂફ રાખવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ જીએમબી દ્વારા તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યુ છે. ઉદ્યોગને પ્રોત્સાહન આપવાને બદલે ચારેય તરફથી ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અસહ્ય છે. આ અંગે કેન્દ્રીય શિપિંગ મંત્રીને પણ વાકેફ કરવામાંં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો