તપાસ:ટ્રાન્સપોર્ટના વ્યવસાયી વેપારીને કેશિયરે લાખોનો ચુનો ચોપડ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 11,17,215 જેવી ઉચાપત કરેલી રકમ માંગશો તો દવા પી જેલ ભેગા કરવાની ધમકી આપાઈ

ભાવનગર શહેરના લાતીફુવારા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારીને ત્યાં કેશિયરનું કામ કરતા કર્મચારીએ હિસાબમાં લાખો રૂપિયાના ગોટાળા કરી નાણાંની ઉચાપત કર હોવાની ફરિયાદ ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના શાલીગ્રામ સોસાયટી એસબીઆઈ ટ્રેનિંગ સેન્ટરની બાજુમાં હિલડ્રાઈવમાં રહેતા અને લાતી ફુવારા, સાકર બજારમાં ન્યુ ભાવનગર ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય કરતા વાલ્મિકભાઈ મોહનલાલ પટેલની ઓફિસે ચારેક વર્ષથી કેશીયરનું કામ કરતા કર્મચારી મહેશ વનમાળીદાસ પટેલ (રહે. કણબીવાડ, ભાવનગર)એ છેલ્લા 28 મહિના સુધીના પાર્સલ આવક પ્રમાણેના હિસાબોમાં ગોટાળ કરી રૂ. 11,17,215 જેવી માતબર રકમની ઉચાપત કરી આ અંગે તેને પુછતા તેણે ઝઘડો કરી એકપણ રૂપિયો પાછો આપવાની ના પાડી દીધી હતી. તેમજ હવે પછી પૈસા માંગશો તો ઝેરી દવા પી ચીઠ્ઠીમાં તેમનું નામ લખી જેલ ભેગા કરી દેવાની ધમકી આપી નાસી છુટ્યો હોવાની ફરીયાદ ગંગાજળિયા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...