લોકડાઉન 4.0:કોર્પોરેશન કચેરીની કેશબારી સાંજે 6 સુધી ખુલ્લી રહેશે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઘરવેરામાં રીબેટ યોજના ચાલતી હોવાથી વેરો ભરવામાં કરદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની મુખ્ય કચેરી તેમજ બંને ઝોનલ ઓફિસે સવારે 10:30 થી 2 અને બપોરે 3 થી 4 કેસબારી ખુલ્લી રાખવામાં આવે છે પરંતુ કરદાતાઓનો ધસારો વધતા ખાસ કિસ્સામાં આગામી 31મી મે સુધી કોર્પોરેશનની મુખ્ય કચેરીએ કેશ બારી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બંને ઝોનલ ઓફિસે રાબેતા મુજબ સાંજે 4 વાગ્યા સુધી જ કેશ બારી ખુલ્લી રહેશે.

અન્ય સમાચારો પણ છે...