યુવકની હત્યા:ભાવનગરમા કાલે મળેલી બિનવારસી લાશનો મામલો, કેટલાક શખ્સોએ ઢોર માર મારતા મોત થયાનું ખુલ્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં ગઈકાલે ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. જે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા યુવકને કેટલાક શખ્સોએ માર માર્યો હોવાથી તેનું મોત થયાનું ફલિત થયું હતું. જેમાં પોલીસે સીસીટીવી આધારે તપાસ કરતા બે શખ્સો જૈન દેરાસર પાસેથી યુવકને માર મારતા હોય તેવું ફલિત થયું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અલંગ સ્ટેશનના ત્રાપજ ગામનો વતની હોવાનું ખુલ્યું
આ લાશ ક્રેસન્ટ સર્કલ પાસે મળી આવી હતી. તેની ઓળખ થતા મરણજનાર અલંગ સ્ટેશનના ત્રાપજ ગામનો વતની હોવાનું ખુલ્યું હતું, જેમાં મરણજનારની પત્ની વસંતબેન ભરતભાઈ ચૌહાણે પોતાના પતિ ભરતભાઈની આ લાશ હોવાની ઓળખી બતાવી હતી. તા.26/10 ના બપોરે 2 વાગ્યા આસપાસ તેઓ ભાવનગર ગયા હતા જે રાત્રી સુધી પરત ફર્યા ન હતા.
​​​​​​​સીસીટીવીમાં યુવકને માર મારતા હોવાનું જોવા મળ્યું
આ સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગત તા.27ના રોજ સવારે 10 વાગ્યા આસપાસ ક્રેસન્ટ સર્કલ નજીક લાશ મળી આવી હતી, જે લાશને પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં પીએમ રીપોર્ટમાં યુવકને માર માર્યો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવીમાં બે વ્યક્તિઓ યુવકને ઢસડીને માર મારતા હોવાનું જોવા મળ્યું હતું. જે આધારે તપાસ કરતા રાજન બુધાભાઈ આલગોતર તથા કિરણ દીપકભાઈ આલગોતર બંને શખ્સો ઢસડી મારમારતા હતા.
​​​​​​​સીસીટીવી આધારે હત્યાનો ગુનો દાખલ
27/10 ને રાત્રીના 3:27 વાગે આસપાસ સંજય લાલાભાઈ આલગોતર તથા કિરણ દિપકભાઈ આલગોતર બને શખ્સો દ્વારા પાટાઓ વડે યુવકને માર મારતા હતા. તમામ શખ્સો જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા હોય તમામની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, મરણજનાર એક્ટિવા સ્કૂટરની દોરીને ચોરી કરીને જતો હોય અને નામ પૂછતાં જણાવતો ન હોય જેથી બધાએ ભેગા થઈ લાકડાના ઘોકા, પ્લાસ્ટિકના પાઈપ, દોરડા વડે તથા ઢીકાપાટુ વડે માર માર્યો હતો. જેથી મોત થતા તમામ ચાર શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...