આંખ આડા કાન:ભાવનગરમાં ખુલ્લેઆમ મટન વેચવાના ધંધા, તંત્રને અંધાપો; માર્કેટમાં મંજુરી વગર મટન વેચવાની મનાઈ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની મીઠી નજર તળે જાહેરમાં પાસ-પરમીટ વિનાના હાટડા
  • શહેરમાં પોલીસે પ્રતિબંધિત ગૌમાંસનો જથ્થો તાજેતરમાં પકડયો હતો

ભાવનગર શહેરની દ્વિતિય ક્રમાંકિત રાણિકાની શાકમાર્કેટ ધીમે ધીમે શહેરની સૌથી મોટી પાસ-પરમિટ વિનાની ગેરકાયદે મટન માર્કેટમાં તબદીલ થઇ રહી છે, અને આ બધુ થઇ રહ્યું છે તંત્રની મીઠી નજર તળે. તાજેતરમાં 250 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો છે અને હજુપણ કોડવર્ડથી ગૌમાંસનું વેચાણ થઇ રહ્યું છે, છતા તંત્રનું ભેદી મૌન અકળ છે.

તાજેતરમાં જ શહેરમાંથી પ્રતિબંધિત ગૌસમાસનો મોટો જથ્થો પોલીસે ઝડપ્યો હતો.ભાવનગરની મુખ્ય શાક માર્કેટ પછી દ્વિતિય ક્રમાંકે રાણિકાની શાક માર્કેટ આવે છે અને ગામતળમાં વસવાટ કરતા અનેક કુટુંબો નિયમીત રીતે અહીં શાકભાજી, ફળ અન્ય વસ્તુઓની ખરીદી કરવા માટે અહીં આવે છે. સાંઢીયાવાડથી લઇ અને રાણિકા સુધીની ઉભી સડક, નાની નાની ગલીઓમાં પણ સવારથી બપોર સુધી લારીઓમાં લોકો વેપાર કરે છે તેઓને પણ ત્રાસ મળી રહ્યો છે.શાક માર્કેટમાં હજારો લોકો રોજ હટાણુ કરવા આવે છે, પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષથી આ માર્કેટનું હાર્દ સદંતર બદલાઇ રહ્યું છે.

શાક માર્કેટમાં 30 ટકા જેટલી દુકાનો, લારીઓ માંસ, મટન, મચ્છીથી ભરેલી હોય છે, નાગરિકોને અહીંથી પસાર થવું પણ અરૂચિકર થઇ રહ્યું છે. ઉપરાંત આવા માંસ-મટન, મચ્છીના હાટડાઓ ખૂબ જ ગંદકી પણ ફેલાવી રહ્યા છે. તાજેતરમાં આ વિસ્તારમાંથી 250 કિલો ગૌમાંસ પકડાયુ હતુ અને હજુ પણ રાણિકાની શાક માર્કેટમાં આવેલા માંસ, મટન, મચ્છીના હાટડાઓમાં કોડવર્ડ વડે ગૌમાંસ વેચાય રહ્યું છે. આ તમામ બાબતોથી ભાવનગર મહાનગરપાલિકા અને સંબંધિત સરકારી વિભાગો વાકેફ હોવા છતાં આવા ગેરકાયદે અને પ્રતિબંધિત હાટડાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જ થઇ રહ્યો છે.

મટન શોપ માટે લાયસન્સ ફરજિયાત
શહેરના આ અેક રાણીકા, લીમડીવાળી સડક જ નહીં પણ અનેક વિસ્તારોમાં મટનશોપ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ તમામ દુકાનદારોએ શોપના લાયસન્સ કોર્પોરેશન પાસેથી લેવા ફરજિયાત છે. પણ આ દુકાનદારો પૈકી મોટા ભાગના લાયસન્સન વગરના હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા આવી ગેરકાયદેસર દુકાનો સામે કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય છે. નિયમોની ઐસી તૈસી કરી ખડકાયેલી નોનવેજની દુકાનો સામે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

પરવાનગી વગરના સ્થળે પશુની કતલ કરો તો ગુન્હો
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2001માં કતલખાના માટેના કેટલાક નિયમો નિયત કરવામાં આવ્યાં છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, પરવાનગી અથવા અધિકૃત જગ્યા સિવાય પશુઓની કતલ થઈ શકે નહીં. આઈપીસી કલમ 295 તો એવું કહે છે કે, જાહેરમાં કોઈ પશુઓની કતલ થતી હોય તો તેનાથી સૂરૂચિ ભંગનો ગુનો બને છે કારણ કે, તેમાં અહિંસાવાદીઓની ધાર્મિક લાગણી દુભાય છે પરંતુ આ શહેરમાં કેટલાક સ્થળો એવા પણ છે જ્યાં જાહેરમાં કેબીન નાખીને સેંકડો મરઘાને કાપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...