તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ચિત્રા થી આખલોલ સુધી 25 જેટલા દબાણો પર બુલડોઝર ફર્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વહીવટદારના શાસનમાં દબાણ હટાવ પ્રવૃતિને વેગ]
 • સિક્સલેનની કામગીરીમાં અડચણરૂપ દબાણ હટાવવાની કોર્પો.ની કામગીરી : રાજકીય અડચણને તંત્ર તાબે ન થયું

કોર્પોરેશન દ્વારા ભાવનગર રાજકોટ રોડ પર સિક્સ લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં અડચણરૂપ ચિત્રા થી આખલોલ સુધી ૨૫ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવવા આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર અને સિક્સલેનની કામગીરી ઝડપી બનાવી છે. આરટીઓ સર્કલ થી રોડના કામોમાં અડચણકર્તા દબાણ હટાવવાની કામગીરી છેલ્લા ઘણા દિવસથી ચાલુ હતી. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ અને પોલીસ બંદોબસ્તના અભાવે દબાણ હટાવવાની કામગીરીને બ્રેક લાગ્યો હતો.

આજે પુનઃ દબાણ હટાવવાનું શરૂ કરતાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામેથી આખલોલ જકાતનાકા સુધી સિક્સ લેન બનાવવામાં અડચણરૂપ 25 જેટલા નાના-મોટા દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. દબાણ હટાવવાની કામગીરી સમયે દબાણકર્તાઓ અને રાજકીય આગેવાનોએ પણ સ્થળ પર આક્રોશ ઠાલવ્યો હતો પરંતુ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખી હતી. રાજકીય અડચણને તંત્ર તાબે થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો