કાર્યવાહી:સાતપડા ગામે પુત્રની હત્યા કરનાર નિષ્ઠુર પિતા ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળજુ કંપાવી દે તે રીતે ક્રુરતાપૂર્વક પોતાના દિકરાની હત્યા કરી આરોપી પિતા અમદાવાદ ભાગી ગયો હતો

ગઇકાલે સાતપડા ગામના સ્મશાન પાસે નદીમાં એક અર્ધબળેલ માનવ લાશ બાબતની જાણકારી મળતા તપાસ કરતા મૃતકની થઇ ગયેલ જે બાબતે મરણજનારના મોટાબાપુએ મરણજનારને તેના પિતા મારી નાખી લાશ સળગાવી દઈ લાશને મોટર સાયકલમા લઈ જઈ સાતપડા ગામના તળાવ પાસે ફેકી દીધેલ હોવાની ફરીયાદ નોંધાવેલ બાદ પોલીસે 24 કલાકમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો હતો.

ભેદ ઉકેલવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ દરમ્યાન ખાનગી રાહે હકીક્ત મળેલ કે આરોપી ગભરૂ ગરણીયા અમદાવાદ તરફ નાસી ગયો છે અને તેના પત્ની અમદાવાદ ખાતે રહે છે

આથી તે દિશામાં તપાસ તેજ કરી એક ટીમ અમદાવાદ રવાના કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સ મેળવી અમદાવાદશહેરના વિનોબાભાવેનગરથી આરોપીને જી.આઇ.ડી.સી. વટવા પોલીસ સ્ટેશન પોલીસની મદદ લઈ પકડી પાડવામાં આવેલ બાદ આરોપીની યુક્તિપ્રયુકિતથી પુછપરછ દરમ્યાન આરોપી ભાંગી પડેલ અને બાપ દિકરો બંને એકલાજ ઘરે રહેતા હોય અને ઘરના તથા ખેતીના કામકાજ બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હોય મરણજનાર બનાવના દિવસે રાત્રે જાહેરમા મન ફાવે તેમ ગાળો બોલતો હોય

અને ઘરના કામ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ આવેશમા આવી જઇ તેના દિકરા હિરેનની તા.28/04/2022ના રાત્રે પોતાના ઘરે રહેલ લોખંડનુ ભાલુ મારી અધમુવો કરી બાદમા સળગાવી દિધેલ પરંતુ લાશ પુરેપુરી નહી સળગતા બીજા દિવસે સવારે પોતાના મોટર સાયકલમાં લાશ બાંધી સાતપડા સ્મશાન પાસે નદીમા અર્ધબળેલ લાશ ફેકી દિધાની ક્રુર અને ધૃણાસ્પદ જણાવી હતી તપાસ દરમ્યાન આરોપીએ ગુન્હામાં વાપરેલ હથીયાર, મોટરસાયકલ તથા મોબાઈલ કબ્જે કરવામાં આવેલ છે.આ બનાવ બાબતે સમગ્ર ગારીયાધાર પંથકમા અરેરાટી વ્યાપી ગયેલ હતી. પોલીસે 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...