તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોટરસાઈકલને ટ્રક ચાલકે અડફેટે લેતા બહેનની નજર સામે ભાઇનુ થયું મોત

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે ઉક્તીને સાકાર કરતી ઘટના બુધવારે સવારે બનવા પામી હતી. જેમા લગ્ન પ્રસંગે મોટર સાયકલ પર જઇ રહેલા ભાઇ-બહેનને ટ્રક અડફેટે ગંભીર ઇજા પહોંચતા બહેનની નજર સામે ભાઇઅે દમ છોડયો હતો.જયારે ઇજાગ્રસ્ત બહેનની સારવાર શરૂ છે.બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાના ભંડાર ગામે રહેતા મંગાભાઇ માધાભાઇ ગોહિલ તેમના બહેનને મોટર સાયકલ ઉપર બેસાડીને ભુતેશ્વર ગામે લગ્ન પ્રસંગે જઇ રહયા હતા.

તે વખતે વરતેજ નજીક બાઇક ટ્રક સાથે અથડાતા ભાઇ-બહેન બન્ને બાઇક સાથે ફંગોળાઇ ગયા હતા. બન્નેને ગંભીર ઇજા પહોંચતા સારવાર્થે 108 દ્વારા હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન મંગાભાઇ માધાભાઇ ગોહિલનુ મૃત્યું નિપજયું હતુ. જયારે તેમના બહેન સારવાર હેઠળ હોવાનુ જાણવા મળી રહયુ છે.અત્રે નોંધનીય છે કે હજુ ગઇકાલે જ લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વેળાઅે વરતેજ નજીક સર્જાયેલા અકસ્માતમા અેક નું મોત નીપજયું હતુ.ત્યા બુધવારે વધુ અેક અકસ્માતમા બહેનની સામે ભાઇઅે દમ તોડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો