હુમલો:ભાવનગરમાં કંપનીની બોર્ડ મીટિંગ દરમિયાન ભાઈએ ભાઈને છરી મારી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિરેક્ટરની નિમણુક માટેની મીટિંગ મળી હતી જેમાં માથાકૂટ થઈ
  • પિતાએ એક પુત્રની ડિરેક્ટર તરીકે નિમણુક કરતાં બીજા પુત્રએ હુમલો કર્યો

ભાવનગરના હીલ ડ્રાઇવ વિસ્તારમાં રહેતા અને અગ્રણી કંપનીના ચેરમેને તેમના જ સગા પુત્ર વિરુદ્ધ સગાભાઇએ ભાઇને છરીના ઘા ઝીંકી દીધાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. વરતેજ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના હીલ ડ્રાઇવ ખાતે રહેતા અને વરતેજ ખાતે આવેલી તંબોલી કાસ્ટીંગ ના ચેરમેન બીપીનભાઇ ફૂલચંદભાઇ તંબોલીએ વરતેજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે શનિવારે તંબોલી કાસ્ટીંગના ડાયરેકટરના નિમણૂ઼ક માટેની મીટીંગ યોજાયેલ.

જેમા તેમના દીકરા વૈભવભાઇ તંબોલીની નિમણૂ઼ક કરાતા તે તેમના બીજા પુત્ર અને આરોપી મેહુલ તંબોલીને ન ગમતા તેમણે પોતાના પાસે રહેલી છરી વડે વૈભાવભાઇ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર્થે હોસ્પીટલમા ખસેડાયા હતા. બનાવ અંગે વરતેજ પોલીસે મેહુલ તંબોલી સામે ગુન્હો નોંધી બનાવ અંગેની વધુ તપાસ એ.એસ.આઇ.એ.બી.ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...