તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓનલાઇન શિક્ષણ એ વર્ગખંડના શિક્ષણની ક્યારેય બરાબરી ન કરી શકે. ઓનલાઇન શિક્ષણ ની સૌથી મોટી મુશ્કેલી બધા જ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ ઉપલબ્ધ ન હોવુ એ છે.તમામ વિસ્તારોમાં નેટવર્ક પૂર્ણ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી પણ ઓનલાઇન શિક્ષણ સફળ બની શક્યું નથી. તમામ વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્કૂલ પાસે ઓનલાઇન શિક્ષણ માટેનું ખૂબ જ નક્કર અને મજબુત પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાથી પણ ઓનલાઇન શિક્ષણ સંપૂર્ણ બની શક્યું નથી ઓનલાઇન ટીચિંગ માં વર્ગખંડ જેટલી ગંભીરતા વિદ્યાર્થીઓમાં ઊભી થઈ શકતી નથીઓનલાઇન ટચિંગ માં શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે ઓન-સ્ક્રીન મર્યાદિત વિદ્યાર્થીઓ સ્ક્રીન પર જોઈ શકાતા હોવાથી કેટલા વિદ્યાર્થીઓ એકાગ્રતાથી ભણે છે અને કેટલા એકાગ્રતાથી નથી ભણતા તેનું ધ્યાન શિક્ષકને રહેતું નથી.
કોઈપણ વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થી સામે હોય ત્યારે તેની સમજણના હાઉભાવ નું અવલોકન કરી ટોપિકમાં જે ઊંડાઈ કે ઊંચાઈ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને સમજ પડે એ લેવલ સુધી પહોંચી શકે તે ઓનલાઈન ટીચિગની મર્યાદા છે. ક્લાસરૂમ ટીચિંગ માં શિક્ષક વિદ્યાર્થી ની સામે જ હોવાથી વિદ્યાર્થી એકાગ્રતાથી બની શકે છે જ્યારે ઓનલાઇન ટીચિંગ માં વિદ્યાર્થી ઘેર હોય અને શિક્ષક અન્ય જગ્યાએ હોય આથી તેમની વચ્ચે એક જ સેતુબંધ આવો જોઈએ તે ક્લાસરૂમ ટીચિંગ જેટલો બધાઈ શકતો ઓનલાઇન ટચિંગ માં નેટ ના પ્રશ્નો ઉપરાંત મોબાઈલ ડેટા રીચાર્જ નો પણ પ્રશ્ન ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મૂંઝવણભર્યો રહ્યો છે. ઓનલાઇન ટચિંગ માં શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે ઓન-સ્ક્રીન મર્યાદિત વિદ્યાર્થીઓ સ્ક્રીન પર જોઈ શકાતા હોવાથી કેટલા વિદ્યાર્થીઓ એકાગ્રતાથી ભણે છે.
ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થી એકાગ્ર થતો નથી
વર્ગખંડના શિક્ષણમાં શિક્ષક વિદ્યાર્થી ની સામે જ હોવાથી એકાગ્ર બની શકે છે. જ્યારે ઓનલાઇનમાં વાત જુદી છે. વર્ગખંડમાં શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચે સેતુબંધ રચાય તેટલો ઓનલાઇનમાં થતો નથી. > મનહર રાઠોડ, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
ઓનલાઇન શિક્ષણમાં નુકશાનકારક પરિબાળો
ઓનલાઇન શિક્ષણ એ વૈકલ્પિક શિક્ષણ છે. આર્થિક નબળી પરિસ્થિતિ, નેટવર્ક પ્રોબ્લેમ, વધુ સમય ઓનલાઇન આંખ અને શરીર માટે નુકશાનકારક સહિત ઘણા કારણો છે. જેના કારણે ઓનલાઇન શિક્ષણ સફળ નથી ગણાંતુ. > પરેશભાઇ ત્રિવેદી, પ્રમુખ, આચાર્ય સંઘ+
વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે વર્ગખંડ ફરજિયાત
ધો.10 -12 ના બોર્ડના વર્ષમાં તથા જે વિદ્યાશાખામાં પ્રેક્ટિકલ આવે છે. અથવા તો કોલેજના અંતીમ વર્ષમાં અભ્યાસ કરે છે તેઓને અચ્યાસ કરવા માટે તેમજ પ્રેક્ટીકલ માટે વર્ગખંડમાં આવવું જરૂરી છે. > જી.એમ.સુતરીયા, વિદ્યાધિશ વિદ્યાસંકુલ
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.