ભાવનગર શહેરના કલેક્ટર ઓફિસ નજીક રોડ ઉપર પાર્ક કરેલી વરરાજાની કારને ટ્રાફિક પોલીસે લોક મારી દીધો હતો. જેને લઈ અણવર સહિત જાનૈયાઓએ લોક ખોલાવવા દોડવું પડ્યું હતું,
ભાવનગર શહેરના કલેક્ટર ઓફિસની નજીક આવેલી રામવાડી ખાતે લગ્ન પ્રસંગ હતો. ત્યારે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ગાડી પાર્ક કરેલી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા અડચણરૂપ ગાડીને લોક મારી દીધો હતો. જેથી અણવર સહિતના જાનૈયાઓ ટ્રાફિક ઓફિસે પહોંચ્યા હતા અને દંડની રકમ ભરીને ગાડીનો લોક ખોલવામાં આવ્યો હતો.
કાળાનાળાથી ભીડ ભંજન ચોક સુધી સવાર થી જ હજારો વાહનોની અવરજવર થતી હોય છે અને ત્યાં ઘણી વખત તો ટ્રાફિક જામ પણ થતા હોય છે. ત્યાં બાજુમાં વાડી આવેલી છે જ્યાં અવારનવાર લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો થતા રહે છે અને ટ્રાફિક થતો હોય છે. આ દરમિયાન આજે સવારે પણ લગ્ન પ્રસંગ હોય અને વરરાજાની ગાડી પટાની બહાર હોય જેને ટ્રાફિક પોલીસે લોક મારી દીધી હતી, જોકે, બાદમાં ટ્રાફિક પોલીસનો દંડ ફરી દેતા લોક ખોલવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.