તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સ્પીડ પોસ્ટ દ્વારા વારાણસી, ગયા સુધી અસ્થી મોકલી શકાશે, ભાવનગર પોસ્ટ દ્વારા વ્યવસ્થા શરૂ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન પોર્ટલ પર બુકિંગ કરીને અસ્થીઓ પોસ્ટ ઑફિસ પહોંચાડવાની રહેશે, લાઈવ શ્રાદ્ધ વિધિ પણ થશે

ડાક વિભાગ દ્વારા કોરોના અને નોન કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના અસ્થી વિસર્જન ની જવાબદારી પણ લેવામાં આવી છે. ભાવનગર પોસ્ટ ઓફિસ ખાતે પણ મંગળવારથી આ સુવિધા કાર્યરત થઈ છે. જેમાં વ્યક્તિ પોતાના પરિવાર નાં દિવાંગતો ની આત્માની શાંતિ માટે અસ્થી વિસર્જન કરવા સ્પીડ પોસ્ટની સુવિધા લઈ શકશે. આ સુવિધા ઓમ દિવ્ય દર્શન ઓનલાઇન પોર્ટલ દ્વારા આપવામાં આવશે.

જેમાં અસ્થિ વિસર્જન ની સાથે સાથે પંડિત પણ બુક કરી શકાય છે. ઓમ દિવ્ય દર્શન ઓનલાઇન પોર્ટલ પર જઈને વ્યક્તિએ વારાણસી, પ્રયાગ્રરાજ, ગયા અને હરિદ્વારમાંથી એક જગ્યા નક્કી કરવાની રહેશે. આ જગ્યા પર એક પંડિત દ્વારા પહેલેથી નક્કી કરેલ ટાઈમ અને દિવસ પર શ્રાદ્ધ ની વિધિ કરાશે. આ વિધિનો લાઈવ ટેલિકાસ્ટ મૃતક નાં પરિવારજનોને બતાવવામાં પણ આવશે. વિધિ પૂર્ણ થયા બાદ મૃતકના પરિવારજનો ને દિલ્હી મેઈન પોસ્ટ ઑફિસ થી ગંગાજળની બોટલ પણ મોકલવામાં આવશે.

અસ્થી મોકલવાની પ્રક્રિયાનાં મુદ્દાઓ

  • જે વ્યક્તિના દ્વારા બુકિંગ કરવામાં આવ્યું હોય તેમણે અસ્થીને વ્યવસ્થિત પેક કરીને પોસ્ટ ઓફિસ લાવવાના રહેશે. À ત્યારબાદ વ્યક્તિને પોતાના પાર્સલ નું ટ્રેકિંગ આઇડી આપવામાં આવશે. જેથી તેમને પાર્સલ ક્યાં છે તે ખબર પડે.
  • પોસ્ટ વિભાગ દ્વારા આ પાર્સલ પર સોનેરી રંગથી ઓમ દિવ્ય દર્શન લખવામાં આવશે જેથી આ પાર્સલ ખૂબ ઈજ્જત ની સાથે સ્થળ પર પહોંચાડી શકાય.
અન્ય સમાચારો પણ છે...