મૃતદેહ:બે દિવસ પહેલા શેત્રુંજી નદીમાં ડુબેલા યુવકનો મૃતદેહ મળ્યો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભમરડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પીએમઅર્થે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડાયો

તળાજાની શેત્રુંજી નદીના પુલ પરથી બે દિવસ પહેલાં શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલવનાર તળાજાના કૃણાલ કાંતિગીરી ગોસ્વામીનો મૃતદેહ બે દિવસ બાદ આજે સવારે શેત્રુંજી નદીના ભમરડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. જે બાદ તેના પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બે દિવસ પહેલા આ યુવાને શેત્રુંજી નદીના પુલ પરથી શેત્રુંજી નદીના ભારે પ્રવાહમાં છલાંગ લગાવી હતી અને તે દિવસે મોડી સાંજ સુધી સ્થાનિક તરવૈયા અને તંત્ર તથા એનડીઆરએફની ટીમે પણ યુવકનો મૃતદેહ શોધવા સઘન પ્રયાસો કર્યાં હતા પરંતુ તે મ‌ી આવ્યો નહોતો. એવામાં આજે સવારે ગોરખી ગામના માજીઉપસરપંચ રામજીભાઈ મકવાણાને શેત્રુંજીના ભમરડી વિસ્તારમાં મૃતદેહ હોવાની જાણ થતાં તળાજા પોલીસ, મામલતદાર સહિત તંત્રને જાણ કરીને યુવકના મૃતદેહને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટ મોર્ટમ સહિત તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...