ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પાસે આવેલ રોયલ ચોકડી નજીક રહેતો યુવાન ગઈકાલે બપોરે ગુમ થયા બાદ આઈ.ટી.આઈ. કોલેજ પાછળ આવેલ પાણીના ખાડામાંથી તેનો મૃતદેહ મળી આવતા તળાજા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પાણીના ખાડામાંથી ગુમશુધા યુવકનો મૃતદેહ મળ્યો
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજાની રોયલ ચોકડી વિસ્તારમાં આવેલ હનુમાનપરા પાસે રહેતો યુવાન રાજુભાઈ સવજીભાઈ રાઠોડ ઉં.વ.24 ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ ગુમ થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ બાદ તળાજાની આઇટીઆઇ કોલેજ પાછળના ભાગે આવેલ પાણીના ખાડામાંથી ગુમશુધા યુવકનો મૃતદેહ મળી આવતા તળાજા પોલીસ કાફલો દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
તળાજા આઈ.ટી આઈ કોલેજની પાછળ વિસ્તાર માં પાણીનાં ખાડા માંથી મૃતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહને તળાજા ની સરકારી હોસ્પિટલમાં લવાયો હતો આ બનાવની જાણ તળાજા નગરપાલિકાના કારોબારી ચેરમેન આઈ.કે.વાળા થતા તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે આ યુવાનનું ક્યાં કારણોસર મોત થયું છે આ બાબતે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ પોલીસ તપાસ બાદ સાચી હકીકતો બહાર આવશે. અને યુવાનના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.