પુરના પ્રવાહમાં ફસાઈ:જેસર તાલુકાના બિલા ગામે માલણ નદીમાં સિંહણનો મૃતદેહ તણાઈ આવ્યો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે રાણીગાળા એનીમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ફોરેસ્ટ એરિયા વિસ્તારમાં આવેલ માલણ નદી માથી એક પુખ્ત વયની માદા સિંહણ નો મૃતદેહ તણાઈ આવતા વન વિભાગે સિંહણનો મૃતદેહ કબ્જે લઈ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં ભાવનગર તથા અમરેલી સહિતના જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદને પગલે વન્ય જીવસૃષ્ટિ પર ખતરો તોળાઈ રહ્યો હોય જે અન્વયે પાલિતાણા ફોરેસ્ટ ડીવીઝનના અધિકારી નિશા રાજ દ્વારા ભાવનગર જિલ્લામાં વિવિધ સિંહોના વસવાટ તથા શેત્રુંજી નદી માલણ નદી સહિતની જે નદીઓ ગીર પંથક માથી ભાવનગર જિલ્લામાં પ્રવેશતી હોય એવી નદીઓ પર સતત મોનીટરીંગ કરવાની તથા રેસ્ક્યુ ઓપરેશન માટે સ્ટેન્ડ ટૂ રહેવા સુચનાઓ આપી હોય જે અન્વયે જેસર તાબેના બિલા-કરઝાળા વન વિભાગના વિસ્તારમાં બિલા ગામ પાસેથી પસાર થતી માલણ નદી કિનારા પર 15 સભ્યોની ટીમ પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બપોરના 3.30 કલાક આસપાસ નદીના પ્રવાહમાં એક સિંહણનો મૃતદેહ તરતો જણાતાં ટીમે આ મૃતદેહને કાંઠે તારવી કબ્જે કરી સ્થળપર પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં આ પુખ્ત વયની સિંહણની ઉંમર આશરે 10 થી 12 વર્ષની અને 24 કલાક પૂર્વે નદીમાં આવેલ પૂરના ભારે પ્રવાહમાં ફસાઈ જતાં મોતને ભેટી હોવાનું જણાયું હતું ત્યારબાદ ટીમે આ સિંહણના મોતનું ખરૂં કારણ જાણવા વેટરનરી ડોક્ટરની રાહબરી હેઠળ રાણીગાળા સ્થિત એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી આ સિંહણનો મૃતદેહ મળવાની વાત વાયુવેગે સોશ્યિલ મિડીયામાં વાઈરલ થતાં વન્યપ્રેમીઓમા ભારે શોકની લાગણી વ્યાપી હતી.

આ અંગે વધુમાં અધિકારી નિલેશ વેગડા એ જણાવ્યું હતું કે સાવજ જેવી એશિયાઈ અનમોલ ધરોહરને બચાવવા માટે તંત્ર 24 કલાક આઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...