પરીક્ષા:ધો.10 અને ધો.12 બન્ને પ્રવાહની બોર્ડની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિની કે દિવ્યાંગોને તમામ ફીમાંથી મુક્તિ
  • ધો.10માં રેગ્યુલર વિદ્યાર્થી માટે ફી રૂ. 355, ધો.12 સામાન્ય પ્રવાહમાં રૂ.490 તથા સાયન્સમાં રૂ.605 ફી ભરવાની રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ, 2023માં લેવાનારી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ફી જાહેર કરવામાં આવી છે. આ તમામ ફીમાંથી વિદ્યાર્થિનીઓ તથા દિવ્યાંગોને સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે. પ્રાયોગિક પરીક્ષાની વિષય દીઠ ફી રૂ.10 રહેશે.

બોર્ડ દ્વારા ધો.10 માટે ફી જાહેર કરવામાં આવી છે તે મુજબ નિયમિત વિદ્યાર્થીની ફી રૂ.355 રહેશે જ્યારે નિયમિત રિપીટર(એક વિષય) માટે ફી રૂ.130, બે વિષય માટે ફી રૂ.185, ત્રણ વિષય માટે ફી રૂ.240, ત્રણથી વધુ વિષય માટે પરીક્ષા ફી 345 રહેશેે. પૃથ્થક ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.130, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240 રહેશે. ખાનગી ઉમેદવાર (નિયમિત) માટે ફી રૂ.730 રહેશે. ખાનગી રિપીટર માટે એક વિષયની ફી 130, બે વિષયની ફી રૂ.185, ત્રણ વિષયની ફી રૂ.240 તથા ત્રણથી વધુ વિષય માટે ફી રૂ.345 રહેશે.

ધો.12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીની ફી રૂ.490 રહેશે જ્યારે નિયમિત રિપીટર(એક વિષય) માટે ફી રૂ.140, બે વિષય માટે ફી રૂ.220, ત્રણ વિષય માટે ફી રૂ.285, ત્રણથી વધુ વિષય માટે પરીક્ષા ફી 490 રહેશેે. પૃથ્થક ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.140, બે વિષય માટે રૂ.220, ત્રણ વિષય માટે રૂ.285 રહેશે. ખાનગી ઉમેદવાર (નિયમિત) માટે ફી રૂ.870 રહેશે. ખાનગી રિપીટર માટે એક વિષયની ફી 140, બે વિષયની ફી રૂ.220, ત્રણ વિષયની ફી રૂ.285 તથા ત્રણથી વધુ વિષય માટે ફી રૂ.490 રહેશે.

બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે ધો.12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીની ફી રૂ. 605 રહેશે જ્યારે નિયમિત રિપીટર(એક વિષય) માટે ફી રૂ.180, બે વિષય માટે ફી રૂ.300, ત્રણ વિષય માટે ફી રૂ.420, ત્રણથી વધુ વિષય માટે પરીક્ષા ફી 605 ભરવાની રહેશેે.

અન્ય સમાચારો પણ છે...