તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં પાંચ હોદ્દેદારોનો પુનઃ સમાવેશ:ભાજપની ટીમ જાહેર, શહેરમાં પૂર્વનું પલ્લુ રહ્યુ ભારે પશ્ચિમને ધકેલ્યુ પાછળ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ મંત્રીના નવા ચહેરા જિલ્લામાં કોંગ્રેસમ‍ાંથી આવેલા અને અન્ય પક્ષમાં આંટો મારેલાનો સમાવેશ

ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના માળખાની રચના આજે જાહેર થતા અનેક રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. જેમાં શહેરમાં સંગઠનના મુખ્ય હોદ્દેદાર મહામંત્રી પદ માટે પૂર્વ વિસ્તારનું પલ્લુ ભારે રહ્યું હતું. શહેર અને જિલ્લામાં અગાઉ સંગઠનને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવનારાઓને વિણી વિણીને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાવનગર શહેર અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની નિયુક્તિને પ્રદેશે મંજૂરીની મહોર મારી છે. છેલ્લા ઘણા સમયથી મહામંત્રી જેવા મહત્વના પદ મેળવવા માટે ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોએ પોતાના ગોડ ફાધરના દ્વારે તળીયા ઘસવામાં કાંઈ બાકી રાખ્યું નથી. હોદ્દેદારોની પસંદગી માટે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સાંસદ સહિતની પસંદગી પણ પારખવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશ સંગઠન સમક્ષ રજુ કરતા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેર સંગઠનમાં મહામંત્રી પદ માટે પૂર્વ વિધાનસભાના ધારાસભ્યની હઠને માન્ય રાખી નારાજગીને કોરાણે મુકી હતી. જ્યારે પશ્ચિમના ધારાસભ્યની પસંદગીને પ્રદેશે નાપસંદ કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. શહેર સંગઠનમાં પાંચ હોદ્દેદારોનો પુનઃ નવા સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મંત્રી પદે તમામ નવા ચહેરા લેવામાં આવ્યા છે.

જિલ્લા સંગઠનમાં વર્ષોથી ભાજપના કાર્યકર રહેલાને પણ સ્થાન મળ્યું છે. જ્ઞાતિના સમીકરણો, તાલુકા કક્ષાનું રાજકીય વજન સહિતના ને ધ્યાને રાખી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ વખતે પણ સિહોર શહેર અને ગ્રામ્યમાંથી સૌથી વધુ ચાર હોદ્દેદારોની પસંદગી કરાઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેમજ ભાજપથી નારાજ થઈ અન્ય પક્ષમાં આટો મારી પરત આવેલા આગેવાનોને પણ હોદ્દેદારો તરીકે સમાવેશ કરાયો છે.

શહેર સંગઠનના હોદ્દેદારો
મહામંત્રી પદે ડી.બી. ચુડાસમા, અરૂણભાઈ પટેલ, યોગેશભાઈ બદાણી, ઉપપ્રમુખ પદે હેમરાજસિંહ સોલંકી, હરેશભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ મહેતા, ભગવાનભાઈ સાઠીયા, વિજયાબેન મકવાણા, દિવ્યાબેન વ્યાસ, રઘુભા ગોહિલ, પ્રવિણભાઈ ચાવડા, મંત્રીપદે હરેશભાઈ ચૌહાણ, હીનાબેન શાહ, પાર્થભાઈ ગોંડલીયા, નલીનભાઈ પટેલ, સીમાબેન કેસરી, શિતલબેન પરમાર, રેખાબેન બારૈયા, ભાનુબેન ડાભી અને કોષાધ્યક્ષ તરીકે હિમાંશુભાઈ દેસાઈની નિમણુંક કરાઈ છે.

જિલ્લા સંગઠનના હોદ્દેદારો
મહામંત્રી પદે રસીકભાઈ ભીંગરાડીયા, ભુપતભાઈ બારૈયા, ભરતસિંહ ગોિહલ, ઉપપ્રમુખપદે બાબુભાઈ જોળીયા, અર્જુનભાઈ યાદવ, માસાભાઈ ડાંગર, ભરતભાઈ મેર, અશોકભાઈ સોલંકી, ગાયત્રીબા સરવૈયા, હંસાબેન પરમાર, હર્ષાબેન મોદી, મંત્રીપદે દિગ્વિજયસિંહ ગોિહલ, હરેશભાઈ વાઘ, જગદીશભાઈ મકવાણા, દિપ્તીબેન ત્રિવેદી, હંસાબેન ભાલીયા, હિનાબેન ગઢાદરા, વિણાબેન દવે અને કોષાધ્યક્ષ તરીકે સંજયભાઈ બારોટની નિમણુંક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો