લોકાર્પણ:ભાજપના પ્રદેશપ્રમુખની કાલે ભાવનગરમાં સુખડી તુલા થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ICU ઓન વ્હીલ સહિતના સાધનોનું લોકાર્પણ
  • કુપોષિત બાળકોને અને તેમની માતાઓને સુખડી અપાશે : શ્રેષ્ઠીઓ આવા બાળકોને દત્તક લેશે

ભાવનગર મહાનગરપાલિકા અને સર ટી હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજ દ્વારા આગામી તારીખ 15 ને શુક્રવારના રોજ બપોરે 4 કલાકે અટલબિહારી બાજપાઈ હોલ મોતીબાગ ખાતે સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા તેમજ ધારાસભ્ય વિભાવરીબેન દવેની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી મોડેલ આંગણવાડી તથા કોવિડ સમયે સંપૂર્ણ ગ્રાન્ટ દોઢ કરોડ આરોગ્ય માટે ફાળવી હતી તેમાંથી શહેરમાં પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ સહિતના અનેક સાધનો સર ટી હોસ્પિટલ અને કોર્પોરેશનમાં ફાળવ્યા તેનું લોકાર્પણ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે.

પાટીલજી ગુજરાત ને કુપોષણ માંથી મુક્ત કરવા અભિયાન ચલાવે છે તે ધ્યાને રાખી ભાવનગર ના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ વિશિષ્ટ આયોજન કરેલું છે મહાનુભાવો ની સુવર્ણ તુલા રજત તુલા રક્તતુલા સાકરતુલા તો થાય છે પણ સુખડી તુલા પહેલીવાર થનાર છે અને એ સુખડી પણ ભાવનગર ના કુપોષિત બાળકો ને અપાશે આ ઉપરાંત કાર્યક્રમ માં ભાજપ શહેર સંગઠન દ્વારા કુપોષિત બાળકો ને દત્તક લેવા ની વ્યવસ્થા પણ હાથ ધરાઈ રહી છે ભાવનગર ના ઓછા વજનવાળા (કુપોષિત)બાળકો ને દત્તક લેવાશે અને તેને કુપોષણ માંથી બહાર લાવવા ભાવનગર ના શ્રેષ્ઠીઓ આગળ આવશે.

અન્ય સમાચારો પણ છે...