તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કાળીયાબીડમાં ભાજપના કાર્યાલયે રાત્રે હોદ્દેદાર છરી લઈ સામસામે આવી ગયા

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બન્નેને છોડાવવા મિસ્ત્રી યુવાનને છરી વાગી
 • સાંસદની સભા બાદ વોર્ડ કાર્યાલયે ભજીયાના કાર્યક્રમ દરમિયાન રકઝક ગાળા ગાળી અને છરીઓ સુધી પહોંચી

ભાવનગર મ્યુ. કોર્પોની ચૂંટણી માટે મતદાન તા. 21 મી ફેબ્રુઆરીએ થવાનું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રાગદ્વેશ પણ ચરમસીમાએ પહોંચતો જાય છે. ગઈકાલે રાત્રે કાળીયાબીડ વોર્ડના ઉમેદવારોના પ્રચારાર્થે સાંસદની જાહેર સભા બાદ ભાજપના વોર્ડ કાર્યાલયે ભજ્જી બેઠકમાં વોર્ડ મહામંત્રી અને અાઈ ટી સેલના હોદ્દેદાર વચ્ચે થયેલી બોલાચાલી સામ સામે છરી ઉગામવા સુધી પહોંચી જતા તેમને છોડાવવા ગયેલા મિસ્ત્રી યુવાનને છરી વાગી જતા સામાન્ય ઈજા પહોંચી હતી. મોડી રાત્રી સુધી ભાજપના આગેવાનો સ્થળ પર મામલો થાળે પાડવા રોકાયા હતા.

ર્પોરેશનની ચુંટણી પહેલા ભાજપમાં આંતરિક રાગદ્વેશ બહાર આવી રહ્યો છે. કાળીયાબીડમાં ભાજપમાંથી ક્ષત્રિય પુરૂષ ઉમેદવારને ટીકીટ આપવામાં નહીં આવતા તેનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં વોર્ડ મહામંત્રી અને આઈ.ટી.સેલના પૂર્વ હોદ્દેદાર વચ્ચે ગઈકાલે રાત્રે 12 વાગે બબાલ થતાં ભાજપ કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી છે.કાળીયાબીડ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે કાલે રાત્રે સાંસદની જાહેરસભા કાળીયાબીડના ભાખલપરા વિસ્તારમાં યોજાઈ હતી. સભા પૂર્ણ થયા બાદ ભાજપના વોર્ડ કાર્યલયે કાર્યકરો માટે ભજ્જી ખાવાનો પ્રોગામ ગોઠવ્યો હતો.

જે દરમિયાન ઉમેદવારોની હાજરીમાં વોર્ડ મહામંત્રી વિનુભાઈ ગાંગાણી અને તે જ વોર્ડના કાર્યકર તેમજ આઈ.ટી.સેલના હોદ્દેદાર પંકજ ઈટાળીયા વચ્ચે સામાન્ય બાબતે રકઝક થતાં સામ સામે રૂપિયા ખાઈ ગયા હોવાના આક્ષેપો અને જાહેરમાં ગાળા ગાળી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. અને બોલાચાલી એટલી ઉગ્ર બની ગઇ કે, ત્યાં પડેલી છરી લઈ બન્ને સામસામે આવી ગયાં. જેથી બન્નેને છોડાવવા ત્યાં રહેલા અન્ય કાર્યકર વચ્ચે પડતા સ્લીપ લેવા આવેલ એક મિસ્ત્રી યુવાનને હાથમાં છરી વાગી જતા સામાન્ય ઈજા થઈ હતી.

જેને તાત્કાલિક સારવાર અપાવી દીધી હતી. જોકે, આ બાબતની કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ના હતી. પરંતુ વોર્ડ કાર્યાલયે થયેલી માથાકુટને કારણે ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને પટેલ સમાજના અને દૂર દૂરના સંબીધી પણ થતાં હોવાનું જાણવા મળેલ છે. મોડી રાત્રે ભાજપના આગેવાનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે અંતે મામલો ભારે માથાકુટને અંતે થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો