હવામાન:વાદળછાયા વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડી ગાયબ થઇ ગઈ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરે પંખા ફરતા થઇ ગયા
  • ભાવનગરમાં બપોરે તાપમાન વધીને 33 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, રાત્રે ઉષ્ણતામાન 19 ડિગ્રી થયુ

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે વાદળો છવાયા હતા અને ગઇ કાલે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે એક જ દિવસમાં 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 33 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોર શહેરીજનોએ થોડી ગરમી અનુભવી હતી. સાથે થોડા દિવસોથી બપોરે પંખા બંધ થઇ ગયા હતા તે આજથી શરૂ થઇ ગયા હતા. આવી જ રીતે રાત્રે પણ તાપમાનમાં વધારો થયો છે.

24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 19 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે વધીને 63 ટકા નોંધાયું હતુ તે આજે ઘટીને 35 ટકા થઇ ગયું હતુ. આમ એક જ દિવસમાં હવામાં ભેજનું પ્રમાણ 28 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે માત્ર 2 કિલોમીટર થઇ ગયેલી તે આજે થોડી વધીને 6 કિલોમીટર થઇ ગઇ હતી.

તાપમાનમાં વધારો

તારીખ

મહત્તમ તાપમાન

5 જાન્યુઆરી

33.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

4 જાન્યુઆરી

28.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

3 જાન્યુઆરી

27.8 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...