તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ભાવનગર શહેર-જિલ્લામાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરંપરાગત રીતે યોજાતી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રખાયા

દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ ના રોજ વિશ્વભરમાં બ્રાહ્મણો ના આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાન ના અવતાર એવાં ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ને પગલે જાહેર ઉજવણી બંધ કરવામાં આવી છે આજરોજ ભાવનગર શહેર-જિલ્લામાં ભગવાન પરશુરામજી ની સાદગીપૂર્ણ રીતે જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.

આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં વસતાં લાખો વિપ્ર પરિવારો દ્વારા ઘરોમાં રહીને ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ભાવનગર શહેર માં બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજવામાં આવે છે અને મહા આરતી બટૂક ભોજન સહિતના કાયૅક્રમો યોજવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોનાની મહામારી ચાલી રહી છે જે અન્વયે બ્રહ્મ સમાજ દ્વારા જાહેર જન્મોત્સવ ના આયોજનો બંધ રાખી ફક્ત ઔપચારિક આયોજનને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પરશુરામ યુવા ગૃપ ભાવનગર દ્વારા શહેરના તળાજા જકાતનાકા સ્થિત ગોપાલનગરમા ભગવાન પરશુરામજી ના ફોટા સમક્ષ પ્રાર્થના, આરતી સાથે પૂજાવિધિ કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો તથા વિશ્વ શાંતિ માટે ભગવાન પરશુરામજી ને પ્રાર્થના ઓ કરવામાં આવી હતી આ ઉપરાંત ઘોઘા રોડપર બ્રહ્મ સેના દ્વારા ઉકાળા તથા મિથિલીનબ્લુ નું વિતરણ કરી ભગવાન પરશુરામજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...