તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનનો આરંભ:શનિવારથી ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનનો આરંભ થશે. 10 ડિસે.થી કાકીનાડાથી ભાવનગર આવવા ઉપડશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 12મી ડિસેમ્બરે સાંજે 4.25 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડીને 13મીએ સાંજે 7.45 કલાકે કાકીનાડા પોર્ટ પહોંચશે

પશ્ચિમ રેલવે દ્વારા 12 ડિસેમ્બરથી ભાવનગર ટર્મિનસથી કાકીનાડા પોર્ટ વચ્ચે મુસાફરોની સુવિધા માટે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ટર્મિનસ - કાકીનાડા પોર્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર શનિવાર 12 ડિસેમ્બરના રોજ તથા કાકીનાડા પોર્ટ-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક વિશેષ ટ્રેન કાકીનાડા પોર્ટ સ્ટેશનથી દર ગુરુવારે 10 ડિસેમ્બરે પરિવર્તિત સમયે દોડશે. મુસાફરોને મુસાફરી દરમિયાન ભારત સરકારની કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવા અને ગાડી ઉપડવાના સમયથી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા અનુરોધ કરાયો છે.

ટ્રેન નંબર 07203 ભાવનગર ટર્મિનસ - કાકીનાડા પોર્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 12 ડિસેમ્બર(શનિવાર)ના રોજ 04.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7.45 કલાકે કાકિનાડા પોર્ટ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 07204 કાકીનાડા પોર્ટ -ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક વિશેષ ટ્રેન 10 ડિસેમ્બરના રોજ કાકીનાડા પોર્ટથી 05.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6.55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનનું બુકિંગ આજથી શરૂ થઇ ગયું છે. વિશેષ ટ્રેન હૉલ્ટ અને પરિચાલન સમયની વિસ્તૃત માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો