તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર હજુ પણ બેધ્યાન:ભાવનગર-કાકીનાડા ટ્રેનને સુપર ફાસ્ટનો દરજ્જો મળ્યો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંતવ્ય સ્થાને ટ્રેન 2 કલાક વહેલી પહોંચશે
  • ભાવનગરથી ઉપડનારી લોકલ ટ્રેનો પ્રત્યે રેલવે તંત્ર હજુ પણ બેધ્યાન

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-કાકીનાડા-ભાવનગર વિશેષ ટ્રેન (07203/07204) ને હવે સુપર ફાસ્ટ ટ્રેન (02700/02699) તરીકે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ ટ્રેન 2 કલાક 10 મિનિટ પહેલા તેના ગંતવ્ય સ્ટેશન કાકીનાડા પોર્ટ પહોંચશે, એ જ રિતે પરતમાં પણ સમયની બચત થશે. આ નિર્ણય સાથે ટ્રેનના નંબરમાં પણ બદલાવ આવ્યો છે. ભાવનગરની લોકલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા બાબતે રેલવે તંત્રનું મૌન અકળાવનારૂ છે.

હવે ભાવનગર - કાકીનાડા સ્પેશિયલ ટ્રેન નંબર 02700 અને કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ને ટ્રેન નંબર 02699 તરીકે ઓળખવામાં આવશે. આ નિર્ણય 13 જુલાઇ, 2021થી લાગુ થશે.ટ્રેન નંબર 02700 ભાવનગર ટર્મિનસ - કાકીનાડા પોર્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શનિવારે 04.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 17.35 વાગ્યે કાકીનાડા પોર્ટ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02699 કાકીનાડા પોર્ટ - ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક વિશેષ કાકીનાડા પોર્ટથી દર ગુરુવારે સવારે 05.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 18.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...