તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:ભાવનગર-બાંદ્રા ટ્રેન 29મી જૂનથી પુન: દૈનિક થઇ જશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણાના ટ્રાફિકને મળી શકે છે ફાયદો, સાંસદ ભારતીબેન શિયાળની રજૂઆતો ફળી

કોરોનાની દ્વિતિય લહેર દરમિયાન પહેલા બંધ કરવામાં આવેલી અને બાદમાં સપ્તાહમાં ત્રણ વખત દોડાવવામાં આવી રહેલી ભાવનગર-બાંદ્રા ટ્રેનને તા.29મી જુનથી દૈનિક કરવામાં આવનાર છે.સમગ્ર મહારાષ્ટ્રથી ભાવનગરમાં આવવા-જવા માટે ભાવનગર-બાંદ્રા ટ્રેનનો ઉપયોગ યાત્રિકો સારી રીતે કરે છે અને મોટાભાગે આ ટ્રેન પેક હોય છે. પાલિતાણા જૈનોનું યાત્રાધામ છે, અને જુલાઇ મહિનાથી ચાર્તુમાસ બેસતો હોવાથી યાત્રા બંધ થઇ જાય છે તેથી યાત્રિકોનો અત્યારે ભારે ધસારો રહેતો હોય છે.

ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે પણ ભાવનગર-બાંદ્રા ટ્રેનને દૈનિક કરવા માટે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆતો કરી હતી. આગામી તા.29મી જુનથી ભાવનગર-બાંદ્રા ટ્રેનને દૈનિક કરવાની ઘોષણા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. ભાવનગર-બાંદ્રા ટ્રેન જ્યારથી શરૂ કરવામાં આવેલી છે ત્યારથી તેને સારો પ્રતિસાદ મળે છે.

અન્ય સમાચારો પણ છે...