જિલ્લામાં ગૌરવ વધાવ્યું:જિલ્લાની જુદી-જુદી શાળાઓનું ધો.10 નું શ્રેષ્ઠ પરિણામ જાહેર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સખત પરિશ્રમ કરી વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યુ
  • ગણેશ શાળા ટીમાણાના 322 વિદ્યાર્થીઓ માંથી 320 થયા ઉતિર્ણ : જિલ્લામાં ગૌરવ વધાવ્યું

- ગણેશ શાળા ટીમાણા
શાળાનું ધો.10 નું 99.38 ટકા આવેલ જેમાં બાંભણીયા ભૌતિક ચતુરભાઈઅે 99.99 PR. સાથે બોર્ડમાં પ્રથમ આવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાવ્યું છે. શાળાના 322 વિદ્યાર્થીઓ માંથી 320 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ. શાળાનું પરિણામ 99.38 ટકા આવેલ.

- મહુવા તાલુકો
મહુવા કેન્દ્નું પરિણામ 57 ટકા આવ્યુ છે. તાલુકાની વિવિધ શાળાઓએ ઉચ્ચ ટકાવારી હાસલ કરી છે. મહુવા તાલુકાની રામકૃષ્ણ સ્કુલ હોસ્ટેલ આસરાણા શાળાનું 100 ટકા પરિણામ આવેલ છે. જેમાં A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ અને કોમર્સ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર 4 વિદ્યાર્થીઓ છે

- શિહોરની શાળાઓ
સિહોર શહેર અને તાલુકાની વિવિધ શાળાઓનું ઉચ્ચ પરિણામ આવેલ છે. જેમાં સિહોર તાલુકાનું 72.81 ટકા પરિણામ આવેલ છે.જેમાં સિહોરની વિદ્યામંજરી સ્કૂલનું 95.29 ટકા પરિણામ આવેલ છે. આ સ્કૂલના ગોહિલ કૃષ્ણદેવસિંહ બી.ગોહિલ 99.98 પર્સન્ટાઇલ સાથે સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમે આવેલ છે. જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલનું 77.40 ટકા, નંદલાલ ભુતા સ્કૂલનું 95.52 ટકા, કન્યા વિદ્યાલય વળાવડનું 96 ટકા પરિણામ સ્વામિનારાયણ ગુરુકુળનું 92 ટકા પરિણામ આવેલ છે.

- કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ
વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવેલ છે. જેમાં જાની ઋષિતા જીતેન્દ્રભાઈ 99.84 PR. સાથે શાળામાં પ્રથમ. બારૈયા મૈત્રી જીતેન્દ્રભાઈ, 99.61 PR. સાથે બીજો નંબર. બાવળિયા આકાશ કિશોરભાઈ, 99.58 PR. સાથે ત્રીજા નંબરે તેમજ બારૈયા અક્ષય અશોકભાઈ 99.32 PR. અને ભટ્ટ સંકેત ભુપતભાઈ 98.92 PR સાથે પાંચમો નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.શાળાના 63 વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ. શાળાનું પરિણામ 95.23 ટકા આવેલ.

- પાર્થ વિદ્યાલય વરલ
ધો.10ના પરિણામમાં સિહોર તાલુકાની વરલ શાળામાં સોલંકી ગોપી પ્રથમ (લવરડા) 99.32 પી.આર.,અમિત પરમાર બીજા (ઢુંઢસર) 98.39 પી.આર.અને બ્રિન્દા ભંડારી ત્રીજા (થોરાળી) 98.16 પી.આર.પ્રાપ્ત કરેલ છે.આ ઉપરાંત ધો.12માં નયન પરમાર પ્રથમ(ઢુંઢસર),99.47 પી.આર,દક્ષા રાઠોડ બીજા (વરલ)99.17 પીઆર અને શિવાલી બારૈયા (થોરાળી)98.92 પી.આર પ્રાપ્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...