તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગેકૂચ:અમેરિકા, યુરોપની શ્રેષ્ઠ પધ્ધતિઓ નવા શિપિંગ કાયદામાં સમાવિષ્ઠ થશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વપરાશકારોને કેન્દ્રમાં, આધુનિક પધ્ધતિઓ અપનાવાશે
  • ભારતમાં 1958નો શિપિંગ અંગેનો કાયદો બદલવાની કામગીરી

ભારતના વેપારી જહાજ અધિનિયમ 1958 અને તટીય જહાજો અધિનિયમ 1938 રદ્દ કરી અને યુરોપ, અમેરિકા જેવા દેશોની શ્રેષ્ઠ પધ્ધતિઓને સામેલ કરીને નવો કાયદો બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી છે.વેપારી જહાજ વિધેયક, 2020નો મુસદ્દો ભારતીય જહાજ ઉદ્યોગમાં અમેરિકા, જાપાન, યુ.કે., સિંગાપોર અને ઑસ્ટ્રેલિયા જેવા અન્ય આધુનિક દેશો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને આચરણોનો અમલ કરીને આ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાના મૂળ ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

આજદિન સુધી ભારત જેમાં પક્ષકાર હોય તેવા તમામ IMO સંમેલનો / પ્રોટોકોલને તેમાં અપનાવવામાં આવ્યા છે. જહાજોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રમાણમાં જોગવાઇઓ પણ સમાવવામાં આવી છે તેમજ દરિયાઇ જીવસૃષ્ટિની સુરક્ષા, સમુદ્રમાં પ્રદૂષણ નિવારણ, સમુદ્રી જવાબદારીઓ અને વળતરો પૂરા પાડવા અને આંતરરાષ્ટ્રીય સંમેલનો અંતર્ગત ભારતની જવાબદારીઓની વ્યાપક સ્વીકૃતિને સુનિશ્ચિત કરવાની જોગવાઇઓ પણ તેમાં સમાવી લેવામાં આવી છે.

આ વિધેયક, રોકાણ માટે વધુ તકો પૂરી પાડવાનો પણ ઇરાદો રાખે છે અને દરિયાઇ ઉદ્યોગમાં આત્મનિર્ભર સ્થાનિક રોકાણનો માહોલ પૂરો પાડવાનો પણ ઇરાદો રાખે છે. સમુદ્રી શિક્ષણ, તાલીમ, પ્રમાણીકરણ અને દરિયાખેડૂઓની ભરતી અને નિયુક્તિનું નિયમન કરતી જોગવાઇઓ અને ભારતીય કાયદા હેઠળ જહાજોની સરળ નોંધણીની જોગવાઇઓ ભારતીય દરિયાખેડૂઓની ગુણવત્તા અને સંખ્યાને વધુ પ્રવેગ આપશે. તેના પરિણામે, આનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય દરિયાખેડૂઓ માટે નોકરીની તકોને વેગ મળશે.

આ ઉપરાંત, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'આત્મનિર્ભર ભારત' પહેલને અનુરૂપ, જહાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા આનુષાંગિત ક્ષેત્રોને પણ લાભો પહોંચાડવામાં આવશે.કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા શિપિંગ અને મેરિટાઇમ સેક્ટરમાં આધૂનિકિકરણ માટેના સતત પ્રયાસો કરવાં આવી રહ્યા છે. ઉપરાંત ભારતને ત્રણ બાજુઅે મળેલા સમુદ્રનો મહત્તમ ઉપયોગ પોર્ટ સેક્ટર સંબંધિત વિકાસ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જળમાર્ગ પરિવહનને વધારવા માટે પણ મંત્રાલય દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને આગામી દિવસોમાં ઘોઘા-હજીરા વચ્ચે બીજું જહાજ પણ દોડાવવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...