હકારાત્મક પરિવર્તન:પૂર્ણ થતા વર્ષના સૌથી સારા સમાચાર; 1 વર્ષમાં કોરોનાના 3080 કેસ ઘટ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીઓ સારવારમાં ઘરે રહીને સાદી દવાઓથી સાજા થઇ જતા થયા તે સૌથી મોટો ફેરફાર
  • શહેરમાં ગત દિવાળી સુધીમાં એક વર્ષમાં 11,101 કેસ નોંધાયેલા તે આ વર્ષે પૂર્ણ થયેલા વર્ષમાં 8021 થઈ ગયા

ભાવનગર શહેરમાં દિવાળીથી દિવાળી સુધીના વિતેલા એક વર્ષના સમયગાળા દરમિયાન વિક્રમ સંવત 2078ના વર્ષભરમાં સૌથી સારા સમાચાર રહ્યાં હોય તો એ કોરોનાના લગભગ થઇ ગયેલા નિર્મૂલનના છે. હવે શહેરીજનોમાં પણ કોરોનાનો કોઇ ડર રહ્યો નથી. એક સમયે દિવાળીમાં પણ કોરોનાને લીધે બહાર નિકળતા ફફડતા નગરજનોમાં આ દિવાળીએ હજી કોરોના સંપૂર્ણ દુર થયો નથી પણ તેનો ડર રહ્યો નથી. શહેરમાં કોરોનાના 11 દર્દીઓ સારવારમાં છે. એક વર્ષ દરમિયાન કોરોનામાં ભાવનગર શહેરમાં 8021 કેસ નોંધાયા છે. જે ગત વર્ષની તુલનામાં 3080 કેસ ઓછા છે.

શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની ટકાવારીમાં 28 ટકાનો ઘટાડો થયો છે.ભાવનગર શહેરમાં આ દિવાળીના પર્વે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21,879 થઇ ગઇ છે. હવે લોકોના મનમાંથી કોરોનાનો ડર તો સાવ નિકળી ગયો છે જો કે હજી રોગચાળો સંપૂર્ણ નાબૂદ થયો નથી. પણ હવે મૃત્યુદર સાવ ઓછો કે લગભગ દુર થયો હોય લોકોએ આ પર્વોત્સવની ઉજવણી અડી વર્ષ બાદ કોરોનાના ડર વગર કરી છે. શહેરમાં ગત વર્ષે પૂર્ણ થયેલા વિક્રમ સંવતના એક વર્ષ દરમિયાન શહેરમાં કુલ 11,101 કેસ નોંધાયા હતા તે આ વર્ષે ઘટીને 8021 થઇ ગયા છે. એટલે કે ગત વિક્રમ સંવત 2077ની તુલનામાં વિક્રમ સંવત 2078માં ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં 3080 કેસ ઘટી ગયા છે.

જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ 27.78 ટકાનો ઘટાડો થયો છે. ભાવનગર શહેરમાં કોરોનામાં હવે માત્ર 11 દર્દીઓ સારવારમાં છે. તે પૈકી એકેય દર્દી ગંભીર નથી કે એકેય દર્દી ઓક્સિજન પર પણ નથી. હવે ઘરે રહીને સાદી દવાથી કોરોનામાં સાજા થઇ જતા થયા છે. તે સૌથી મોટો ફેરફાર છે. ભાવનગર શહેરમાં માર્ચ,2020થી આજ સુધીમાં કુલ 21,879 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,670 દર્દી સાજા થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 99.04 ટકા થઇ ગયો છે. આ ગત વર્ષની ભાવનગર શહેરમાં મળેલી સૌથી મોટી ભેટ ગણી શકાય.

ગ્રામ્ય વિસ્તાર કોરોનામુક્ત
ભાવનગર શહેરમાં તો 11 દર્દી હજી કોરોનાની સારવારમાં છે પણ ગ્રામ્ય વિસ્તાર કોરોનામુક્ત વિસ્તાર છે અને તાલુકા કે ગામડાઓમાં કોરોનાના પોઝિટિવ દર્દી નથી. શહેરમાં પણ જે દર્દી છે તેમાં ઘરે રહીને સારવાર કરાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...