વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ની અપીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી “પ્લાસ્ટિક મુક્ત ભારત” પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં નોંધપાત્ર કામગીરી બદલ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી)નો સમગ્ર ગુજરાતના ત્રીજો નંબર આવ્યો છે. સહકાર, લઘુ તથા કુટીર ઉદ્યોગ અને પર્યાવરણ)મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ સર્વોત્તમ ડેરીનાં સ્થાપક અને મેનેજીંગ ડિરેકટર એચ. આર. જોષીએ આ એવોર્ડને સ્વીકાર્યો હતો.આમ, સર્વોત્તમ ડેરી શ્વેતક્રાંતિની સાથે સાથે પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણની પણ મહત્ત્વપૂર્ણ કામગીરી થઇ રહી છે. આજે થયેલું સન્માન તેનું પ્રમાણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.