તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાન:ઐતિહાસિક ચાંચ બંગલાના બેનમૂન સ્થાપત્યને વાવાઝોડાથી નુકશાન થયું

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંગલાના બારી બારણા અને શેડને નુકશાન, પથ્થર દ્વારા નિર્મિત દિવાલ અડીખમ

ભાવનગર જિલ્લાનાં મહુવાથી રાજુલા તરફ જતાં હાઇવેથી થોડાં અંતરના રસ્તે આવતાં ચાંચ ગામમાં દરિયાકાંઠે આવેલ આ ‘ વિજય મહલ ‘ એટલે કે ‘ ચાંચ બંગલો ‘ તરીકે ઓળખાતું આ સ્થાપત્ય એક જોવા અને જાણવા લાયક સ્થળ છે. સન 1945ના અખાત્રીજના શુભ દિવસે ભાવનગરના મહારાજા સર કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ દ્વારા ખાતમુહૂર્ત કરાયા બાદ 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

જો કે તાજેતરમાં આવેલ અતિ ભયંકર વાવાઝોડામાં આ સ્થાપત્યને ખૂબ જ નુકશાન થયું છે. બંગલોના બારી બારણા અને શેડને પણ નુકશાન થવા પામ્યું છે.પરંતુ પથ્થર દ્વારા નિર્મિત દીવાલ હજુ પણ અડીખમ ઉભી રહીને આ સ્થળની જાહોજલાલીની ગાથા વર્ણવી રહી છે.સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ આ બંગલોમાં અનેક શાહી રૂમ, શાહી બાલ્કની, શાહી જરૂખા, વગેરે છે. અને જોવાની ખૂબી એ છે કે દરેક રૂમમાંથી દરિયાનો વ્યુ આવે છે. તદ્દન સમુદ્રને કાંઠે આવેલ ખૂબ જ ઊંચાઈ પર આ બંગલોમાં મોટા બેઠક ખંડ અને જમવા માટેનો ભોજન કક્ષ અને ખૂબ જ વિશાળ અને કમાન આકારની બાલ્કની દ્રશ્યમાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...