તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ વખત 100 કરોડને પાર રિકવરી:વહીવટદારના રાજનો ફાયદો, ઘરવેરાની આવક વિક્રમરૂપ રૂ.100 કરોડને આંબી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીને કારણે બોડીની દખલગીરીની બાદબાકી પણ અસરકર્તા
 • કોરોના કાળમાં સામાન્ય કરદાતાઓ પર ધોકા નહીં પછાડી સરકારી અને મોટી રકમના કરદાતાઓેને કર્યા હતા ટાર્ગેટ

ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા રિકવરી વિભાગ દ્વારા કોરોના કાળમાં પણ આ વર્ષે સારી એવી આવક મેળવી છે. આજે એક જ દિવસમાં 8 કરોડની રિકવરી કરી માત્ર એક જ દિવસમાં આટલી મોટી રકમ મેળવવાનો તો રેકોર્ડ કર્યો જ છે સાથોસાથ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત 100 કરોડને પાર રિકવરી થઈ છે.

30મી એપ્રિલ 2016ના રોજ રિબેટના લાભ સાથે એક જ દિવસમાં 5 કરોડની રિકવરીનો રેકોર્ડ હતો. એ પણ આજે તા.26 ના રોજ તોડી એક જ દિવસમાં 8 કરોડની રિકવરી થઈ હતી. સરકારી મિલકતોના વર્ષો જુના વેરા બાકી હોવાથી કમિશનર એમ.એ.ગાંધીની નળ કનેકશન કાપવા અને સીલ મારવા સુધીના પગલાની કાર્યવાહીથી સરકારી મિલકતની આ વર્ષે જ 15 થી 20 કરોડ જેટલી રિકવરી થઈ છે. આસિસ્ટન્ટ કમિશનર ફાલ્ગુન શાહ સહિતનાએ સરકારી વિભાગોને સતત પ્રેશર કરતા પરીણામ મળ્યું છે. આ જ અધિકારી અને આ જ કર્મચારીઓ ભૂતકાળમાં ના કરી શક્યા તે આ વખતે કર્યું. વેરા રિકવરીમાં ચુંટણીને કારણે બોડીની બાદબાકી પણ કારણભૂત હોઈ શકે.

સરકારી મિલકતના વર્ષ દરમિયાન રૂ.20 કરોડ જેટલી ઘરવેરોની વસુલાત કરાઈ હતી. જેમાં પોલીસ વિભાગ રૂ.2.80 કરોડ, GST રૂ.70 લાખ, ‌BSNL રૂ.90 લાખની વસુલાત થઇ હતી. કાર્પેટ એરિયાની કુલ રૂ.200 કરોડ વેરા વસુલવાના બાકી છે.ક્રેસંટ ખાતેની એન.સી.સી.કચેરીનો 7 વર્ષનો વેરો નહીં ચુકવતા નળ કનેક્શન કાપી નાખ્યુ હતું. અંતે તેના રૂ. 21 લાખ વસુલવામાં આવી હતી.

એક દિવસમાં કંઈ સરકારી મિલકતનો વેરો આવ્યો?

 • એરપોર્ટ ઓથોરિટીના 5 વર્ષના રૂ.6.50 કરોડ
 • શાંતીલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના 5 વર્ષનો રૂ.1 કરોડનો વેરો
 • ક્રેસંટ એન.સી.સી.ઓફિસ 7 વર્ષનો રૂ.21 લાખનો વેરો
 • પીડબલ્યુડીના રૂ.11 લાખ

હજુ પણ બાકી કરોડો સરકારી મિલકતના

 • જવાહર મેદાનના રૂ.40 કરોડ
 • રેલ્વેના રૂ.14 કરોડ
 • સમરસ હોસ્ટેલના રૂ.11 કરોડ
 • જહાંગીર મીલ રૂ.3 કરોડ
 • પાણી પુરવઠા બોર્ડ રૂ.3 કરોડ
 • PWD રૂ.57 લાખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો